2 માર્ચથી 15 માર્ચ 2025ની ઘટનાઓની તપાસ થશે : ધ્રાંગધ્રા DYSP કમિટીમાં સામેલ
પ્રથમ પ્રોગ્રેસ રિપોર્ટ 10 ડિસેમ્બરે હાઈકોર્ટ સમક્ષ મૂકાશે : 15 ડિસેમ્બરે વધુ સુનવણી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગોંડલમાં રહેતા રાજકુમાર જાટ નામના 24 વર્ષીય યુવકનું શંકાસ્પદ મોત થતા તેમના પરિવારજનો દ્વારા ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ અને તેમના પરિવારજનો સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. જે તે સમયે આ મામલે રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો ગુનો નોંધાયો હતો. પરંતુ, યુવકના પરિવારનું માનવું છે કે તેનું અકસ્માતે મૃત્યુ નહીં, પરંતુ હત્યા થઈ છે. આ હત્યામાં પૂર્વ ખકઅ જયરાજસિંહ અને તેનો પુત્ર ગણેશ ગોંડલ સામેલ છે. પરંતુ સ્થાનિક પોલીસ તેને બચાવી રહી છે. જેથી આ ફરિયાદની વધુ તપાસ ઈઇઈંને સોંપવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જે અરજી ઉપર ગુજરાત હાઇકોર્ટમાં સુનવણી યોજાઈ હતી.
હાઇકોર્ટના છેલ્લા હુકમ મુજબ કેસની તપાસ રાજકોટ જિલ્લા બહારના અધિકારીને સોંપવા સંદર્ભે સરકારી વકીલે જઙ સુરેન્દ્રનગર પ્રેમસુખ ડેલુ અને ઉુતા જે.ડી.પુરોહિતનું નામ હાઇકોર્ટ સમક્ષ આપ્યું હતું. રાજ્ય સરકાર તપાસ નવી તપાસ ટીમને ટ્રાન્સફર કરશે. ઉુતા જાતે આ કેસમાં હવે સ્ટેટમેન્ટ રેકોર્ડ કરશે. નવી તપાસ કમિટી નવેસરથી તપાસ હાથ ધરશે અને તપાસનો પ્રથમ પ્રોગ્રેસ રિપોર્ટ 10 ડિસેમ્બરે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ મૂકશે. જે અંગે 15 ડિસેમ્બરે વધુ સુનવણી યોજાશે.નવી તપાસ કમિટી 02 માર્ચ, 2025 થી 15 માર્ચ 2025ની ઘટનાઓની તપાસ કરશે. જેમાં ખોવાયાની ફરિયાદ, અકસ્માત, ગઈ ફરિયાદ, ડેડબોડી વગેરેની તપાસ થશે. અકસ્માત મૃત્યુ, તેને આત્મહત્યા હતી કે કુદરતી મોત તે કારણ સહિત જણાવશે. તપાસ ટીમ સાયન્ટિફિક તપાસ કરશે, ઋજકની મદદ લેશે.
મૂળ રાજસ્થાનના અને આશરે 30 વર્ષથી ગોંડલમાં ત્રણ ખૂણિયા પાસે શ્રીજી પાંઉભાજી નામની દુકાન ધરાવતા રતનભાઈ ચૌધરી (જાટ)નો પુત્ર રાજકુમાર જાટ 3 માર્ચે ઘરેથી ભેદી રીતે ગુમ થયો હતો. બે દિવસ સુધી રાજકુમાર ઘરે પરત ન આવતા 5 માર્ચના રોજ પિતા રતનકુમારે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસને અરજી પણ આપી હતી. આ સાથે રાજકોટ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી. પિતાએ પોલીસમાં કરેલી અરજીમાં જણાવ્યું હતું કે પુત્રને લઈને તેઓ ઘરે જતા હતા ત્યારે વાહન ધીમે ચલાવવા પુત્રને ઠપકો આપ્યો હતો ત્યારે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલામાંથી અમુક લોકો આવ્યા હતા અને અમને બંગલામાં લઇ જઈ મારકૂટ કરી હતી જેથી મારો પુત્ર ડરી ગયો હતો પોતે યુપીએસસીની તૈયારી કરતો હોવાથી તે સારી રીતે અભ્યાસ કરી શકે તે માટે અલગથી રમ આપ્યો હતો પરંતુ આ બનાવ બન્યા બાદ તે ઘરેથી જતો રહ્યો હતો ઉલ્લેખનીય છે કે 4 માર્ચે રાત્રિના 3 વાગ્યા આસપાસ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ અકસ્માતમાં તેનું મોત થયું હતું અને 9 માર્ચે રાજકુમાર જાટના મૃતદેહની પરિવારજનોએ ઓળખ કરી હતી અને પીએમ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો.
- Advertisement -
પરિવારે હત્યાની શંકા દર્શાવી ઈઇઈં તપાસની માંગ કરી હતી
મૃતદેહ ચારેક દિવસથી રાજકોટ સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં પડ્યો હતો જેની પરિવારે ઓળખ કર્યા બાદ પુત્રની હત્યા થઇ હોવાનો આક્ષેપ કર્યો હતો રાજકોટ ગ્રામ્ય પોલીસે કોઈ તપાસ નહિ કરી આરોપીઓને છાવર્યા હોવાનું અને સીસીટીવી પણ જાહેર નહિ કર્યા હોવાના આક્ષેપ સાથે સીબીઆઈને તપાસ સોંપવાની માંગ કરી હતી જેના માટે મૃતકના પિતાએ હાઇકોર્ટમાં રિટ કરતા અંતે હાઇકોર્ટે પણ કેસ કાગળો જોઈ તપાસમાં ક્ષતિ હોવાનું માની અન્ય એજન્સી અથવા રાજકોટ પોલીસ સિવાય અન્ય અધિકારીને તપાસ સોંપવા કહ્યું હતું અને અંતે એસપી પ્રેમસુખ ડેલુંને આ તપાસ સોંપવામાં આવી છે.
પાંચ એસપીના નામો વચ્ચે સિનિયોરીટી પ્રમાણે ડેલુની પસંદગી
પ્રેમસુખ ડેલુ, અજિત રાજીયાન ,ઓમ પ્રકાશ જાટ, રવિ મોહન સૈની, નીતેશ પાંડે જેવા નામ અરજદારે કોર્ટ સમક્ષ મુક્યા હતા. સરકારી વકીલે પ્રેમસુખ ડેલુનું નામ આપ્યું હતું. આખરે સિનિયોરીટી અને બંનેના કોમન સજેશનને આધારે પ્રેમસુખ ડેલુંને તપાસ સોંપાઈ છે.