ઑનલાઇન ખરીદી, આર્થિક સાંકડામણ અને અન્ય બાબતોને લઈને ખરીદી માટે લોકોનું બજેટ ઘટ્યું હોવાનું વેપારીઓનું અનુમાન
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.16
હિન્દુ ધર્મના પવિત્ર એવા દિવાળી પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.ત્યારે ખાસ કરીને હાલ બજારો છલોછલ હોવી જોઈએ તેની સામે બજારમાં નહીવત લોકો અને ખાસ મર્યાદિત વસ્તુઓની ખરીદી કરવા લોકો જોવા મળી રહ્યા છે.ત્યારે સ્થાનિક બજારોની પરિસ્થિતિ જાણવા અંગે દિવ્ય ભાસ્કર વિવિધ વેપારીઓ સુધી પહોંચ્યું અને તેમની પાસેથી સમગ્ર પરિસ્થિતિનો ચિતાર મેળવાયો હતો.
“પહેલા જેવો ધંધો નથી” “જોઈએ તેવી ઘરાકી નથી” “હાલ મંદીનો માહોલ છે” આ શબ્દો વેરાવળના મોટા ભાગના વેપારીઓના મોઢામાં છેલ્લા કેટલાક સમયથી જોવા મળી રહ્યા છે.ત્યારે હાલ ખાસ દિવાળીના પવિત્ર પર્વના દિવસો નજીક આવી રહ્યા છે.ત્યારે બજારો છલોછલ હોવી જોઈએ એની જગ્યાએ સ્થાનિક બજારમાં લોકો તો જોવા મળે છે પરંતુ ખરીદ શક્તિમાં ક્યાંકને ક્યાંક ઘટાડો થયો છે તે ઉપરાંત પહેલા જેટલી લોકો ખરીદી કરતા તેના કરતા ઘણી ઓછી અને મર્યાદિત ખરીદીઓ સ્થાનિક બજારોમાંથી કરે છે.મોટા ભાગના વેપારીઓ પાસે કારણ જાણતા તેઓએ ઑનલાઇન ખરીદી, વધતો ખર્ચ, ઘટતી આવક, વધી રહેલા સોનાના ભાવ, વધી રહેલ અન્ય ખર્ચ સહિતના કારણો દર્શાવ્યા હતા અને લગભગ વેપારીઓનું કહેવું છે કે જો આપણે વેરાવળની બજારને ફરી કાર્યરત કરવી હોય તો સ્થાનિક વેપારી પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો જોઈએ.
- Advertisement -
વેરાવળના માહોલ વિશે વેપારી અગ્રણી અનીશ રાચ્છ જણાવે છે કે હાલ વેરાવળની બજારમાં સરેરાશ કરતા 30 થી 40 ટકા ઓછો માહોલ દેખાય છે.લોકોની ખરીદ શક્તિ ઘટી છે.હાલ જમીન મકાન, સોના ચાંદી, એજ્યુકેશન અને દવાખાના જેવા વિવિધ ખર્ચ વધવાને લીધે બજેટ ખોરવાય જાય છે.અંતે તહેવારોમાં ખર્ચ કરવા માટે પર્યાપ્ત રકમ સામાન્ય માણસ પાસે નહીવત હોય છે જેથી તેનો માર પડે છે.કોરોના પૂર્વે ખૂબ સારો માહોલ હતો.નોટબંધી અને ૠજઝનો માર પડવા છતાં પણ લોકો દરેક તહેવાર ઉત્સાહ ભેર ઊજવાતા અને ખર્ચ કરવા બજારમાં પરિવાર સાથે નીકળતા હતા જેથી વેપારીઓને પણ સારો વ્યાપાર મળતો.હાલ તમામ લોકોએ ઓનલાઈન ખરીદીને બદલે સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદી કરવાનો આગ્રહ રાખવો જોઈએ જેથી સ્થાનિક અર્થતંત્ર મજબૂત બને અને ખાસ પથારા તેમજ રેકડી ધારકો પાસેથી પણ દરેકે થોડી થોડી ખરીદી કરવી જોઈએ.
જ્વેલર્સના વેપારી નરેન્દ્રભાઈ દુધિયા જણાવે છે કે સોના ચાંદીના વેપાર વિશે વાત કરવામાં આવે તો પહેલા ધનતેરસની લોકો રાહ જોઈને બેસતા હતા અને હાલ તેનાથી 30 થી 40 ટકા ઓછો વેપાર જોવા મળે છે. ક્યાંક ભાવ વધ્યા છે અને લગ્ન પ્રસંગો પણ નજીક છે ત્યારે ઘણા લોકો સોના ચાંદીના ભાવ ઘટવાની પણ રાહ જોઈ રહ્યા છે તેની પણ અસર જોવા મળે છે અને મુખ્ય બજારોમાં ટ્રાફિક માટેના નિયમનની પણ જરૂર છે.
ઇલેક્ટ્રોનિક ના વ્યવસાય સાથે જોડાયેલા રવીભાઈ પહેલાજાણી જણાવે છે ખાસ કરીને મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓમાં ઓનલાઈનની ખાસી અસર થઈ છે.મોટે ભાગે ઑનલાઇન લોકો ખરીદી કરી લે છે.લગભગ રોજ 8 થી 10 ગાડીઓ ઓનલાઈન ઓર્ડરની વેરાવળ પંથકમાં આવે છે જેમાં કપડાં, બુટ ચપ્પલ, મોબાઇલ, ઇલેક્ટ્રોનિક સામાન સહિતની ચીજવસ્તુઓ આવે છે.જેને લીધે સ્થાનિક વેપારીઓને વેપારમાં ઘટાડો જોવા મળ્યો છે.હાલ અમારે પણ 50 ટકા જેટલું ઓછું વેચાણ દેખાઈ રહ્યું છે.
- Advertisement -
ઇલેક્ટ્રોનિક ના વ્યવસાય સાથે જોડાયેલા રવીભાઈ પહેલાજાણી જણાવે છે ખાસ કરીને મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓમાં ઓનલાઈનની ખાસી અસર થઈ છે.મોટે ભાગે ઑનલાઇન લોકો ખરીદી કરી લે છે.લગભગ રોજ 8 થી 10 ગાડીઓ ઓનલાઈન ઓર્ડરની વેરાવળ પંથકમાં આવે છે જેમાં કપડાં, બુટ ચપ્પલ, મોબાઇલ, ઇલેક્ટ્રોનિક સામાન સહિતની ચીજવસ્તુઓ આવે છે.જેને લીધે સ્થાનિક વેપારીઓને વેપારમાં ઘટાડો જોવા મળ્યો છે. હાલ અમારે પણ 50 ટકા જેટલું ઓછું વેચાણ દેખાઈ રહ્યું છે.