ડબલ કા મીઠા એક લોકપ્રિય હૈદરાબાદી વાનગી છે જે મુગલાઈ વ્યંજન છે. તેને ઘરે બનાવવી બહુ જ સરળ છે અને તેને બનાવવા માટે થોડી જ સામગ્રી જોઈએ જેમ કે બ્રેડ, દૂધ, ક્રીમ અને ખાંડ. તેમાં કેસર અને એલચીનો ઉપયોગ સારા સ્વાદ અને સુગંધ માટે કરવામાં આવ્યો છે. આ રેસીપીમાં બ્રેડના ટુકડાઓને ક્રિસ્પી થાય ત્યાં સુધી ઘીમાં તળવામાં આવે છે (અથવા શેકવામાં આવે છે) અને પછી તેને કેસર અને એલચીવાળી ચાસણીમાં ડુબાડીને ઉપરથી રબડી નાખવામાં આવે છે.
સામગ્રી:
૨ કપ ફૂલ ફેટ દૂધ
૧/૪ ટીસ્પૂન એલચીનો પાઉડર
૪-૫ કેસરના તાંતણા
૧/૪ કપ ખાંડ
૧/૨ કપ પાણી
૬ બ્રાઉન બ્રેડ અથવા સફેદ બ્રેડની સ્લાઈસ
ઘી, તળવા માટે અથવા શેકવા માટે
૧ ટેબલસ્પૂન કાજુના ટુકડા
૧/૨ ટેબલસ્પૂન કિશમિશ
૧ ટેબલસ્પૂન કાતરેલી બદામ
- Advertisement -
બનાવવાની રીત:
એક જાડા તળિયાવાળી કડાઈમાં મધ્યમ આંચ પર દૂધ ગરમ કરવા મૂકો. જ્યારે દૂધ ઉકળવા લાગે ત્યારે આંચને ધીમી કરી દો. તેને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી દૂધની માત્રા અડધાથી ઓછી (૧ કપની આસપાસ) થઈ જાય અને દૂધ ઘટ્ટ થઈ જાય. તેને ચિપકવાથી રોકવા માટે ક્યારેક ક્યારેક વચ્ચે ચમચાથી હલાવતા રહો. કેસર અને એલચીનો પાઉડર નાખોં અને બરાબર મિક્ષ કરો. ગેસને બંધ કરી દો. તેને એક બાઉલમાં કાઢો અને રૂમના તાપમાને ઠંડુ થવા દો. ત્યારબાદ તેને ફ્રીજમાં મૂકો.
હવે ચાસણી તૈયાર કરવા માટે એક કડાઈમાં પાણી અને ખાંડ લો. તેને બરાબર મિક્ષ કરો અને તેને ધીમી આંચ પર થોડું ઘટ્ટ અને ચીકણું થવા લાગે ત્યાં સુધી અથવા લગભગ હલ્કી ૧-તારની ચાસણી થાય ત્યાં સુધી પકાવો. તેમાં લગભગ ૫-૬ મિનિટનો સમય લાગશે. વચ્ચે ક્યારેક ક્યારેક ચમચાથી હલાવતા રહો. ગેસને બંધ કરો. ચાસણી તૈયાર છે. દરેક બ્રેડ સ્લાઈસની કિનારી કાઢી નાખો અને તેને ૨ ત્રિકોણ આકારના ટુકડાઓમાં કાપો. બ્રેડને ક્રિસ્પી કરવા માટે તમે આ ત્રણ રીતમાંથી કોઈ એકનો ઉપયોગ કરી શકો છો. તેને તમે તળી શકો છો અથવા ઓછા તેલમાં શેકી શકો છો અથવા ટોસ્ટરમાં શેકી શકો છો.
૧. બ્રેડને તળવાની વિધિ: એક કડાઈમાં મધ્યમ આંચ પર ઘી ગરમ કરો. જ્યારે ઘી પૂરતું ગરમ થાય ત્યારે તેમાં બ્રેડના ટુકડા નાખોં અને તેને બંને બાજુ ગોલ્ડન બદામી રંગના થાય ત્યાં સુધી તળો. તળેલા બ્રેડના ટુકડાઓમાંથી વધારાનું ઘી શોષવા માટે તેને પેપર નેપકીનની ઉપર કાઢો.
૨. બ્રેડને ઓછા તેલમાં શેકવાની વિધિ: બ્રેડના ટુકડાઓ પર બ્રશથી ઘી લગાવી દો અને તેને એક નોન સ્ટિક પેન અથવા તવામાં મધ્યમ આંચ પર બંને બાજુ ગોલ્ડન બદામી થાય અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો. તેમાં બ્રેડને ક્રિસ્પી થવામાં થોડો વધારે સમય લાગશે. જો કે, આ વિધિમાં ઓછા ઘીનો ઉપયોગ થયો છે માટે આ સ્વાસ્થ્ય માટે સારી છે.
૩. બ્રેડને ટોસ્ટ કરવાની વિધિ: બ્રેડને ટોસ્ટરમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી ટોસ્ટ કરો. તેની બંને બાજુ બ્રશથી ઘી લગાવી દો અને ત્યારબાદ ત્રિકોણમાં કાપી લો.
- Advertisement -
આ વાનગીની કેલેરી ઓછી કરવા માટે આ વિધિમાં બ્રેડને ઓછા ઘીમાં શેકવામાં આવી છે. દરેક બ્રેડના ટુકડાને તૈયાર કરેલી ચાસણીમાં ડૂબાડો. તેને એક ઊંડી પ્લેટમાં કાઢો.
તેની ઉપર ઘટ્ટ દૂધ નાખોં. તેને કાતરેલી બદામ, કિશમિશ અને કાજુના ટુકડાઓથી સજાવો. ડબલ કા મીઠા તૈયાર છે. તેને રૂમના તાપમાને પીરસો અથવા પીરસતા પહેલા ૩૦ મિનિટ માટે ઠંડુ કરવા માટે ફ્રીજમાં મૂકો અને પીરસો.
ટીપ્સ
જો તમે ઈચ્છો તો બ્રેડ સ્લાઈસની કિનારીઓ કાપી શકો છો અથવા તેમ જ રાખી શકો છો, કારણકે તેને તળ્યા પછી સ્વાદમાં વધારે ફર્ક નથી પડતો.
સારા સ્વાદ માટે સૂકા મેવાને એક મિનિટ માટે ઘીમાં સાંતળો.
જો તમે ચાસણી તૈયાર કરવા નથી ઇચ્છતા તો સ્ટેપ-૨ માં દૂધમાં જ સ્વાદ પ્રમાણે ખાંડ મિક્ષ કરો.
સ્વાદ: ગળ્યું અને મલાઈદાર
પીરસવાની રીત: ડબલ કા મીઠાને એક મિઠાઈના રૂપે અથવા ભોજન પછી ડેજર્ટના રૂપે પીરસી શકાય છે.