ભાગ લેનાર વ્યક્તિએ પોતાના ઘરે કરેલી રંગોળીનો ફોટો વોટ્સએપ પર મોકલવાનો રહેશે
‘ઘર ઘર રંગોળી… હર ઘર રંગોળી’ અંતર્ગત સોની સમાજ માટે ભવ્ય આયોજન
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સમસ્ત શ્રી માળી સોની પાટડીયા પરિવાર દ્વારા આયોજિત આ રંગોળી સ્પર્ધામાં ભારતના કોઈપણ શહેરમાંથી સમસ્ત સોની સમાજના ભાઈઓ તથા બહેનો ભાગ લઈ શકશે.
આ રંગોળી સ્પર્ધામાં ભાગ લેનાર વ્યક્તિએ પોતાના આઈડી કાર્ડનો ફોટો પાડીને વોટ્સએપ પર મોકલવાનો રહેશે. રંગોળી સ્પર્ધામાં ભાગ લેનાર વ્યક્તિએ પોતાના ઘરે ચિરોડી કલર રંગોળી કરવાની રહેશે. રંગોળી કરેલ એક ફોટો પાડીને તા. 22-10-2025 સુધીમાં વોટ્સએપ નંબર પર મોકલવાનો રહેશે. આયોજકોનો મોબાઈલ વોટ્સએપ નંબર જીજ્ઞેશ વાગડીયા મો. 9723390909, હસ્મિતાબેન પાટડીયા મો. 7359426638, કલ્પેશભાઈ પાટડીયા મો. 9737399939, રીટાબેન પાટડીયા મો. 9512306222, મિલનભાઈ સોની મો. 9725051188, સંદીપભાઈ પાટડીયા મો. 9824474409, ભાવીનભાઈ વાગડીયા મો. 9979013504, વૃંદાબેન પાટડીયા મો. 9054642449, ધરાબેન વડનગરા મો. 9427669311 નંબર ઉપર મોકલી શકશો.
ચિરોડી રંગોળી સ્પર્ધામાં ભાગ લેનાર વ્યક્તિઓના જજ દ્વારા નિર્ણય તા. 26-10-2025 રવિવારે લાભપાંચમના દિવસે રાત્રે આઠ વાગ્યા સુધીમાં આપવામાં આવશે. રંગોળી સ્પર્ધામાં ભાગ લેનાર દરેક વ્યક્તિને વોટ્સએપ દ્વારા સન્માનપત્ર આપવામાં આવશે તથા 1થી 5 નંબરના વિજતાને શિલ્ડ આપવામાં આવશે.
આ કાર્યક્રમ સમસ્ત શ્રી માળી સોની પાટડીયા પરિવાર દ્વારા આયોજક કમિટી જીજ્ઞેશ વાગડીયા, કલ્પેશભાઈ પાટડીયા, સંદીપભાઈ જડીયા, ભાવીનભાઈ વાગડીયા, ધવલભાઈ પાટડીયા, મિલનભાઈ સોની, હિતેનભાઈ પાટડીયા, મિતેષભાઈ પાટડીયા તથા કમિટી મેમ્બર તરીકે મહિલા આયોજન કમિટી હસ્મિતાબેન પાટડીયા, શ્ર્વેતાબેન વાગડીયા, રીટાબેન પાટડીયા, પુનમબેન પાટડીયા, વંદનાબેન પાટડીયા, જાગૃતિબેન આડેસરા, પ્રીતિબેન માંડલિયા, જસ્મીનબેન આડેસરા, જાગૃતિબેન રાણપરા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.



