ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરિ, માં લક્ષ્મી અને ભગવાન કુબેરની ખાસ પૂજા કરવામાં આવે છે. ત્યારે ચાલો જાણીએ આ ધનતેરસ પર સોનું ખરીદવાના શુભ મુહૂર્ત વિશે.
અગિયારસ સાથે દિવાળીના પર્વની શરૂઆત થઈ જશે ત્યારે ધનતેરસ એ લક્ષ્મી અને કુબેરની પૂજા માટેનો ખાસ તહેવાર છે. ધનતેરસ આસો મહિનાની વદ તેરસની તિથીએ આવે છે. અને આ વર્ષે ધનતેરસ 18 ઓકટોબર 2025ના રોજ ઉજવાશે. આ દિવસે આયુર્વેદના દેવ ધન્વંતરિ, માં લક્ષ્મી અને કુબેરની પૂજા કરવામાં આવે છે. ધનતેરસના દિવસે સોના, ચાંદી કે વાસણોની ખરીદી માટે શુભ દિવસ માનવામાં આવે છે. જો તમે પણ આ ધનતેરસ પર સોનું કે ચાંદી ખરીદવા માંગો છો તો જાણી લો ખરીદીના શુભ મુહૂર્ત વિશે. ધનતેરસનો તહેવાર આસો મહિનાના કૃષ્ણ પક્ષની તેરસના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મી, ભગવાન ગણેશ, કુબેર અને ભગવાન ધનવંતરીની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. પૌરાણિક માન્યતાઓ પ્રમાણે આ દિવસે સમુદ્ર મંથન દરમિયાન ભગવાન ધનવંતરી અમૃત કળશ સાથે પ્રગટ થયા હતા, તેથી તેને ધનતેરસ અથવા ધનત્રયોદશી કહેવામાં આવે છે.
- Advertisement -
ધનતેરસના શુભ મુહૂર્ત:
સોના માટે મુહૂર્ત:
ધનતેરસ પર સોનું ખરીદવા માટે અમૃત કાળ શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. 18 ઓક્ટોબરે અમૃત કાળ સવારે 8:50 થી 10:33 સુધી રહેશે. ધાર્મિક માન્યતા છે કે આ સમય દરમિયાન સોનું અને ચાંદી ખરીદવાથી ધન વધે છે.
સોનું ખરીદવાનું શુભ મુહૂર્ત – સવારે 8:50 થી 10:33 સુધી
- Advertisement -
પૂજા માટે મુહૂર્ત:
ધનતેરસ પર ભગવાન કુબેર અને દેવી લક્ષ્મીની પૂજા કરવાનો શુભ મુહૂર્ત પ્રદોષ કાળ છે. તે 18 ઓક્ટોબરના રોજ સાંજે 7:16 થી 8:20 વાગ્યા સુધી છે. આ સમય દરમિયાન, તમે ભગવાન ધન્વંતરીની પૂજા કરી શકો છો.
પૂજાનું મુહૂર્ત : સાંજે 7:16 થી 8:20 સુધી
ખરીદી માટે શુભ મુહૂર્ત
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ધનતેરસ પર ખરીદી માટે ત્રણ શુભ સમય છે.
પહેલું મુહૂર્ત : સવારે 8:50 થી 10:33 સુધી
બીજું મુહૂર્ત: સવારે 11:43 થી 12:28 સુધી
ત્રીજું મુહૂર્ત: સાંજે 7:16 થી 8:20 સુધી
લક્ષ્મીજીની મૂર્તિ
ધનતેરસના દિવસે ચાંદી અથવા માટીના લક્ષ્મી-ગણેશની મૂર્તિ ખરીદો.મૂર્તિ ખરીદીને પૂજા કરો. ધ્યાન રાખો કે મૂર્તિની ઊંચાઈ અંગૂઠા જેટલી હોવી જોઈએ. પૂજા કર્યા બાદ આ મૂર્તિઓને તિજોરી અથવા કબાટમાં મૂકી દો.