અંગત અદાવતમાં મિત્રે જ મિત્રની હત્યા નિપજાવી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.14
ધ્રાંગધ્રા શહેરમાં દરેક તહેવારો પર માથાકુટ સર્જાય છે જેમાં ગત દિવાળી પર્વ પર પણ સામાન્ય બાબતે ફાયરિંગ જેવી માથાકુટ સર્જાઈ હતી ત્યારે હજુ આ વર્ષે દિવાળી પર્વ નજીક આવ્યો છે ત્યાં ફરીથી હત્યાનો કિસ્સો સામે આવ્યો હતો જેમાં ધ્રાંગધ્રા શહેરના મોચીવાડ વિસ્તારમાં રહેતા શાહરુખભાઈ મોવર ઉમર: 27 (આશરે) વાળાને તેઓના જ મિત્ર સાથે ધોરીધાર વિસ્તારમાં માથાકૂટ સર્જાઈ હતી જેમાં મિત્ર આરીફ રસુલભાઈ દ્વારા શાહરુખભાઈને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતા આ તરફ ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તબીબ દ્વારા યુવાનને મૃત જાહેર કરતા બાદમાં સરકારી હોસ્પિટલ ખાતે મૃતકની લાશને પીએમ અર્થે ખસેડવામાં આવી હતી આ સમગ્ર બનાવની જાણ સ્થાનિક પોલીસને થતા ડીવાયએસપી જે.ડી.પુરોહિત સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે પહોંચી મૃતકના પરિવારજનોના નિવેદનને આધારે હત્યાનો ગુન્હો નોંધાવાની તજવીજ હાથ ધરી હતી.
- Advertisement -