પાર્ટીએ તારાપુરથી ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીને, લખીસરાયથી ડેપ્યુટી સીએમ વિજય કુમાર સિન્હાને જ્યારે બાંકીપુરથી રાજ્ય મંત્રી નીતિન નબીન અને બેતિયાથી રેણુ દેવીને ચૂંટણી લડાવવા માટે મેદાનમાં ઉતાર્યા છે. ભારતીય જનતા પાર્ટીએ મંગળવારે બિહાર વિધાનસભા ચૂંટણી માટે 71 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પાર્ટીએ તારાપુરથી ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીને, લખીસરાયથી ડેપ્યુટી સીએમ વિજય કુમાર સિન્હાને જ્યારે બાંકીપુરથી રાજ્ય મંત્રી નીતિન નબીન અને બેતિયાથી રેણુ દેવીને ચૂંટણી લડાવવા માટે મેદાનમાં ઉતાર્યા છે.
બિહારમાં ટૂંક સમયમાં ચૂંટણીનું આયોજન થવા જઈ રહ્યું છે. બિહાર વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી (BJP) એ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. પાર્ટી દ્વારા કુલ 71 વિધાનસભા બેઠકો પર ઉમેદવારોના નામનું એલાન કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે ભાજપે પ્રથમ તબક્કાની બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ યાદીમાં અનેક વર્તમાન ધારાસભ્યોને રિપીટ કરાયા છે, જ્યારે કેટલાક નવા ચહેરાઓને પણ તક આપવામાં આવી છે.
- Advertisement -
ભાજપે મંગળવારે (14 ઓક્ટોબર) બિહાર ચૂંટણી માટે પોતાની પહેલી યાદી જાહેર કરી છે. યાદી મુજબ, નંદ કિશોર યાદવની ટિકિટ કાપવામાં આવી છે. પટના સાહિબથી હવે રત્નેશ કુશવાહાને તક આપવામાં આવી છે. આ લિસ્ટમાં કુલ 71 ઉમેદવારોના નામ સામે આવ્યા છે. એનડીએમાં બેઠક વહેંચણી બાદ ભાજપને 101 બેઠક મળી છે. અન્ય બેઠકો પર બીજી યાદીમાં અન્ય ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે.