જૂથ અથડામણમાં સામસામે 9 શખ્સો વિરુઘ્ધ ગુનો નોંધાયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.13
થાનગઢ શહેરમાં કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉઠાવતા દશ દિવસમાં બે બનાવો બનવા પામ્યા છે. જેમાં નવરાત્રીના પ્રથમ નોરતે ફાયરિંગની ઘટના બાદ દશ દિવસમાં જ વધુ એક ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે. થાનગઢ શહેરના હાઈસ્કુલ વિસ્તાર નજીક જમીનના ડખ્ખામાં દશ જેટલા ઈસમો ઘાતક હથિયાર વડે માથાકુટ સર્જી હતી આ માથાકૂટમાં ખાનગી રાઉન્ડ પણ ફાયરિંગ થયા હતા. જૂથ અથડામણની ઘટનાને લઈ ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી જ્યારે આ માથાકુટમાં બે સભ્યોને ઇજા પામી હોવાની પ્રાથમિક વિગત મળી હતી જેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડી જૂથ અથડામણ કરનાર બંને જૂથના સભ્યો વિરુધ ફાયરિંગ સહિતનો ગુન્હો નોંધવા કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ આ તરફ થાનગઢમાં વારંવાર આ પ્રકારના બનાવો સામાન્ય બનતા હોવાથી સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉદભવ્યા છે.
- Advertisement -
જૂથ અથડામણમાં સામસામે ગુનો નોંધાયેલાં શખ્સો
દીપેનભાઈ ભરાડ, પ્રતિકભાઈ ભરાડ, દીપેનભાઇના પિતા તથા પ્રતીકભાઇના પિતા, જયપાલ ઉર્ફે ભાણો રઘુભાઈ સિંધવ, રાહુલ ઉર્ફે ચોટી દિનેશભાઇ પરમાર, મેહુલ ઉર્ફે ઘોઘો બહાદુરભાઈ ધોળકિયા, ગોપાલભાઈ તથા મીના રઘુભાઈ સિંધવ
- Advertisement -