બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે રવાના તમામ કાર્યકરોને પોલીસે ડિટેઇન કર્યા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.13
ધ્રાંગધ્રા આમ આદમી પાર્ટીના કાર્યકરોની સ્થાનિક પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે જેમાં બોટાદ ખાતે ખેડૂતોને છેતરવાના બનાવનો વિડિયો વાઇરલ થયા બાદ આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુભાઈ કરપડા દ્વારા બોટાદ ખાતે પહોંચ્યા હતા જ્યાંથી તેઓની અટકાયત કરાઈ હતી જે બાદ ગુજરાતભરમાંથી આમ આદમી પાર્ટીના કાર્યકરોને બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચવા પક્ષના આંતરિક સૂચનાને લઈ ધ્રાંગધ્રા ખાતે પણ આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સહિત હોદેદારો આજે રવિવારે બપોરના સમયે બોટાદ જવા માટે નીકળ્યા હતા. આમ આદમી પાર્ટીના કાર્યકરો પોતાનું વાહન લઈને નીકળતા જ શહેરના રોકડિયા સર્કલ નજીકથી પોલીસ સ્થાનિક કાફલાએ તમામ કાર્યકરોને ધરપકડ કરી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. આ મામલે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સહિત કુલ 16 કાર્યકરોની અટકાય કરી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.