કમાન મસૂદ અઝહરની બહેન સંભાળશે
ખાસ-ખબર ન્યૂઝ ઇસ્લામાબાદ, તા.10
પહેલી વાર, પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (ઉંયખ) એ મહિલા આતંકવાદીઓનું એક અલગ યુનિટ બનાવ્યું છે. તેને ’જમાત-ઉલ-મોમિનત’ નામ આપવામાં આવ્યું છે.
- Advertisement -
આ માહિતી ગ્લોબલ આતંકવાદી મૌલાના મસૂદ અઝહરના નામે જારી કરાયેલા એક પત્ર દ્વારા પ્રકાશમાં આવી છે.
આ નવા યુનિટ માટે ભરતી પ્રક્રિયા 8 ઓક્ટોબરથી પાકિસ્તાનના બહાવલપુરમાં મરકઝ ઉસ્માન-ઓ-અલી ખાતે શરૂ થઈ ગઈ છે.
આ યુનિટની કમાન મસૂદ અઝહરની બહેન સાદિયા અઝહર સંભાળશે, જેનો પતિ યુસુફ અઝહર 7 મેના રોજ ઓપરેશન સિંદૂરમાં માર્યો ગયો હતો.
ઉંયખ હવે આતંકવાદીઓની પત્નીઓ અને ગરીબ મહિલાઓની ભરતી કરી રહ્યું છે. આ મહિલાઓ બહાવલપુર, કરાચી, મુઝફ્ફરાબાદ, કોટલી, હરિપુર અને માનશેરામાં મદરેસામાં અભ્યાસ કરે છે.
આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે આ મહિલા આતંકવાદીઓનો ઉપયોગ આત્મઘાતી હુમલામાં થઈ શકે છે.
આ સંગઠન પહેલા મહિલાઓને લડાઈમાં સામેલ કરતું ન હતું, પરંતુ પહેલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર બાદ, નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા. મસૂદ અઝહર અને તેના ભાઈ તલ્હા અલ-સૈફે ટીમમાં મહિલાઓનો સમાવેશ કરવાનો નિર્ણય લીધો.
ઈંજઈંજ અને બોકો હરામ જેવા સંગઠનો આત્મઘાતી હુમલાઓમાં મહિલાઓનો ઉપયોગ કરે છે, પરંતુ ઉંયખ, લશ્ર્કર અને હિઝબુલ જેવા જૂથો અગાઉ આવું કરતા નહોતા.
ઓપરેશન સિંદૂર પછી, જૈશ-એ-મોહમ્મદ, હિઝબુલ મુજાહિદ્દીન અને લશ્ર્કર-એ-તૈયબાએ તેમના કેમ્પ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા (ઊંઙઊં) પ્રાંતમાં ખસેડ્યા છે.
આ આતંકવાદી સંગઠનો ઓપરેશન સિંદૂરમાં નાશ પામેલા આતંકવાદી માળખાઓને ફરીથી બનાવવા માટે સામાન્ય લોકો પાસેથી દાન પણ માંગી રહ્યા છે.
આ વર્ષે ઓગસ્ટમાં, સમાચાર આવ્યા હતા કે ઉંયખ એ સમગ્ર પાકિસ્તાનમાં 313 નવા મરકઝ બનાવવા માટે 3.91 અબજ રૂપિયાનું ઓનલાઈન દાન કેમ્પેન શરૂ કર્યું છે.
22 એપ્રિલના રોજ પહેલગામ હુમલા બાદ, ભારતે 7 મેના રોજ પાકિસ્તાનમાં આતંકવાદીઓ સામે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. બહાવલપુર પર ભારતીય હુમલામાં મસૂદના પરિવારના દસ સભ્યો અને ચાર સાથીઓ માર્યા ગયા.
મૃતકોમાં મસૂદની મોટી બહેન અને તેના પતિ, મસૂદનો ભત્રીજો અને તેની પત્ની, અને એક ભત્રીજી અને તેના પાંચ બાળકોનો સમાવેશ થાય છે. મસૂદ હુમલાના સ્થળે નહોતો, તેથી તે બચી ગયો.
બીબીસી ઉર્દૂના અહેવાલ મુજબ, આતંકવાદી મસૂદે તેના પરિવારના સભ્યોના મૃત્યુ પછી એક નિવેદન જાહેર કર્યુ હતું. તેમાં તેણે કહ્યું હતું કે, “જો હું પણ મરી ગયો હોત તો હું ભાગ્યશાળી હોત.”



