રાષ્ટ્રપતિ આજે રાજકોટ સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે: પોલીસ કમિશનરનું નો ડ્રોન ફ્લાય ઝોનનું જાહેરનામું લાગું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મ ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્રણ દિવસના પ્રવાસ દરમ્યાન તેઓ રાજકોટ, સોમનાથ, સાસણ, દ્વારકા અને અમદાવાદની મુલાકાત લેવાના છે. જેમાં રાજકોટ અને સાસણ ખાતે તેઓ રાત્રિ રોકાણ કરવાના છે. આજે 9 ઓક્ટોબરના રાષ્ટ્રપતિ દિલ્હીથી ફ્લાઈટમાં રાજકોટ પહોંચશે. જે બાદ રાજકોટ શહેરના સર્કિટ હાઉસ ખાતે તેઓ રાત્રિ રોકાણ કરવાના છે. જેને લઈને રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા તા.8 થી 10 ઓક્ટોબર નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રિહર્સલ પણ કરવામાં આવ્યુ હતુ. રાષ્ટ્રપતિના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસની તૈયારીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આજે બપોરે 3 કલાકે દિલ્હીથી નીકળી 5 વાગ્યા આસપાસ રાજકોટ ખાતે પહોંચશે. અહીં સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે.
10 ઓક્ટોબરના સવારે 10.30 વાગ્યા આસપાસ રાજકોટથી હેલીકોપ્ટર મારફત સોમનાથ પહોંચી બપોરની 12 વાગ્યાની આરતીમાં જોડાઈ પૂજા-અર્ચન કરશે. સોમનાથનો કાર્યક્રમ પૂર્ણ કરી 3 વાગ્યા આસપાસ હેલીકોપ્ટર મારફતે સાસણ ગીર ખાતે પહોંચશે. સાસણ પહોંચ્યા બાદ રાષ્ટ્રપતિ બપોરની જંગલ સફારી કરવા માટે રવાના થશે. બે કલાકની સફારી પૂર્ણ કર્યા બાદ અડધો કલાક ગીરના આદિવાસીઓ સાથે મુલાકાત કરી ગીરની પરંપરાઓ વિશે માહિતી મેળવશે. સાસણ ખાતે રાત્રિ રોકાણ કરી તા.11ના દ્વારકા જવા રવાના થશે. દ્વારકા ખાતે બપોરની આરતી અને દર્શનનો લ્હાવો લેશે. દ્વારકાનો કાર્યક્રમ પૂર્ણ કરી હેલીકોપ્ટર મારફત જામનગર અને ત્યાંથી પ્લેનમાં અમદાવાદ જવા રવાના થશે. અમદાવાદ ખાતે 5 વાગ્યે ગુજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથી તરીકે હાજરી આપી ત્યાંથી દિલ્હી જવા રવાના થશે. રાષ્ટ્રપતિના કાર્યક્રમને લઈ સાસણ જંગલ સફારી બે દિવસ બંધ રહેશે જ્યારે સોમનાથ અને દ્વારકામાં રાષ્ટ્રપતિના આગમન સમયે સુરક્ષાને ધ્યાને લઈ યાત્રિકો માટે થોડીવાર દર્શન બંધ રહે તેવી શક્યતાઓ છે.
રાષ્ટ્રપતિના આગમનના પગલે સર્કિટ હાઉસને શણગારાયું
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાતના પ્રવાસે છે. આજે તેઓ હવાઈ માર્ગે હિરાસર એરપોર્ટ પર આવશે. ત્યાંથી તેઓ સીધા સર્કિટહાઉસે પહોંચશે અને ત્યાં રાત્રિ રોકાણ કરશે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મ આજે દિલ્હીથી હવાઈ માર્ગે સાંજે 5.00 કલાકે હિરાસર એરપોર્ટ ખાતે ઉતરાણ કરશે. ત્યાંથી તેઓ સર્કિટહાઉસે આવશે. જ્યાં રાત્રિ રોકાણ કરશે. રાષ્ટ્રપતિ રાજકોટમાં ટૂંકું રોકાણ કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના આગમનના પગલે સર્કિટ હાઉસને શણગારવામાં આવ્યુ છે. રાષ્ટ્રપતિની સુરક્ષાને ધ્યાને રાખીને હિરાસર એરપોર્ટ પરથી રાજકોટ સર્કિટહાઉસ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. જેમાં ચાર ડી.સી.પી.,8 એ.સી.પી.,16 પી.આઈ.,40 પી.એસ.આઈ., 600 પોલીસ જવાનો, 388 હોમગાર્ડ, 520 ટી.આર.બી. જવાનો સહિત કુલ 1531 પોલીસ અધિકારી અને કર્મચારીઓનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવશે.
- Advertisement -



