શ્રી અમૃતમ હોસ્પિટલના સહયોગથી 84 પોલીસ અધિકારી/કર્મચારી તથા પરિવારોએ લાભ લીધો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા અને અન્ય ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે શ્રી અમૃતમ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારજનો માટે મેડિકલ/હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
- Advertisement -
આ કેમ્પમાં હોસ્પિટલના ફિઝિશિયન, ઓર્થોપેડિક, આયુર્વેદિક, સર્જન, પેડિયાટ્રીશિયન, ગાયનેક સહિત વિવિધ વિભાગના તજજ્ઞ ડોક્ટરોની ટીમે સેવા આપી હતી. કુલ 84 જેટલા પોલીસ અધિકારી/કર્મચારીઓ અને તેમના પરિવારજનોના બ્લડ સેમ્પલ, ઊઈૠ, સુગર, બ્લડપ્રેશર અને પલ્સ રેટ જેવી આરોગ્યની ચકાસણી કરીને યોગ્ય નિદાન અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ આયોજનથી પોલીસ પરિવારને આરોગ્યની તપાસ કરાવવાની સુવિધા મળી હતી.