16થી 20 ઓક્ટોબર પાંચ દિવસ રાજકોટ મનપા દ્વારા ભવ્ય આયોજન
રોશની, રંગોળી સ્પર્ધા અને આતશબાજી સહિતના અનેક આકર્ષણો જોવા મળશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં દિવાળીના તહેવાર નિમિત્તે રેસકોર્સ રિંગરોડ રોશનીથી ઝગમગશે. મહાનગરપાલિકા દ્વારા આગામી 16થી 20 ઓક્ટોબર 5 દિવસ માટે રેસકોર્સ રિંગરોડ પર ભવ્ય દિવાળી કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે કાર્નિવલની મુખ્ય વિશેષતા ’સ્વદેશી થીમ’ રહેશે. જેના પર રેસકોર્સ રિંગરોડ રોશનીથી ઝળહળશે. આ પાંચ દિવસીય કાર્યક્રમમાં રોશની, રંગોળી સ્પર્ધા અને આતશબાજી જેવા અનેક આકર્ષણોનો સમાવેશ થાય છે. આગામી 16 ઓક્ટોબરનાં રોજ સ્વદેશી થીમ પર રોશની સાથેનાં દિવાળી કાર્નિવલનું ઉદ્ઘાટન કરવામાં આવશે. વડાપ્રધાન મોદીના સ્વદેશી અપનાવવાના આહ્વાનને ધ્યાનમાં રાખી મહાપાલિકાએ આ વર્ષે રેસકોર્સ રિંગરોડની રોશની માટે સ્વદેશી થીમ પસંદ કરી છે. આ રોશની માટે રૂ. 78 લાખનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકાએ રોશની માટે રૂ. 85 લાખના એસ્ટિમેન્ટ સાથેનું ટેન્ડર પ્રસિદ્ધ કર્યું હતું.
રેસકોર્સ ફરતે કરવામાં આવેલી આ ભવ્ય રોશનીને 16મી ઓક્ટોબરે શહેરીજનો માટે ખુલ્લી મૂકવામાં આવશે. આ રોશનીનું આકર્ષણ રાજકોટવાસીઓને પાંચ દિવસ સુધી જોવા મળશે. આ પાંચ દિવસીય દિવાળી કાર્નિવલ રાજકોટના શહેરીજનો માટે તહેવારોની ઉજવણીનો એક અનોખો માહોલ પૂરો પાડશે.
આતશબાજીમાં આ ફટાકડા ફૂટશે
માઇન્સ: 200 નંગ
એરિયલ શોટ: 700 નંગ
મલ્ટીકલર એરીયલ શોટ: 10 નંગ (240 મલ્ટીકલર)
મલ્ટીકલર શોટ: 10 નંગ (120 મલ્ટીકલર)
કેકલીંગ: 4 નંગ (100 શોટ)
મ્યુઝિકલ: 4 નંગ (100 શોટ)
નાયગ્રા ફોલ્સ: 1 નંગ (200 ફૂટ)
સ્પાર્કલ: ઋશદય પેકેટ બીગ સ્પાર્કલ (તારા મંડળ)
બોર્ડ: હેપ્પી દિવાલી બોર્ડ
વિવિધ આકૃતિઓ:
ONE નંગ પીકોક
TWO નંગ થ્રી ઇન વન ખજુરી
TWO નંગ ટ્રી સુર્યમુખી
TWO નંગ ટ્રી પામ
TWO નંગ ટ્રી ગોલ્ડનસ્ટાર
ONE નંગ ઇલેક્ટ્રિક ખજુરી
TWO નંગ અશોક ચક્ર ટ્રી
- Advertisement -
આ વર્ષે રંગોળીની થીમ વિકાસ યાત્રા અને સ્વદેશી વસ્તુ પરની રહેશે
દિવાળી કાર્નિવલ દરમિયાન રાજકોટ ચિત્રનગરીના સહયોગથી 17મી ઓક્ટોબરથી રેસકોર્સ રિંગરોડ પર ભવ્ય રંગોળી સ્પર્ધા અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચિત્રનગરી અને રાજકોટના અન્ય રંગોળી કલાકારો દ્વારા રંગોળી બનાવવાનું કામ તા. 16 ઓક્ટોબરથી શરૂ કરી દેવામાં આવશે. આ રંગોળીઓને 17 ઓક્ટોબરે શહેરીજનો જોવા માટે ખુલ્લી મુકાશે. રંગોળી સ્પર્ધા અને પ્રદર્શનનો વિસ્તાર મેયર બંગલેથી બહુમાળી ભવન સુધીના માર્ગ પર રહેશે. આ વર્ષે રંગોળીની થીમ વિકાસ યાત્રા અને સ્વદેશી પર રાખવાનું સૂચન કરવામાં આવ્યું છે. સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા કલાકારોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે, જેની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. જ્યારે 18 ઓક્ટોબરે દિવાળી કાર્નિવલને અનુલક્ષીને રેસકોર્સ ખાતે ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટના શહેરીજનોને અવનવા ફટાકડાની આતશબાજી જોવા મળશે.