શ્રી બાલા હનુમાન ગરબી મંડળનું 11મું સફળ આયોજન: બાળાઓને સોનાની લ્હાણી
પૂજારા પ્લોટ વિસ્તારમાં આધ્યાત્મિક માહોલમાં ગરબીનું સમાપન; આરતી ડેકોરેશન સહિતની સ્પર્ધાઓ યોજાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શિવમ ગૃપ દ્વારા સંચાલિત શ્રી બાલા હનુમાન ગરબી મંડળનું સંપૂર્ણ પારિવારીક તેમજ આધ્યાત્મીક વાતાવરણ વચ્ચે સતત 11માં વર્ષે સફળતાપૂર્વક આયોજન કરવામાં આવેલ છે.
- Advertisement -
શિવમ ગૃપ દ્વારા સતત 11માં વર્ષે નવરાત્રિમાં ગરબીનું આયોજન કરેલું, તેમાં બાળાઓને માતા સ્વરૂપે રાસ રમાડીને માતાજીની આરાધના કરેલ. જેમાં પૂજારા પ્લોટ વિસ્તારના લોકો બહોળી સંખ્યામાં હોશભેર ભાગ લઈને માંની આરાધના કરેલ. ગરબી મંડળ દ્વારા બાળાઓને સતત 11 માં વર્ષે સોનાની લ્હાણી આપવામાં આવેલ છે. આ ગરબી મંડળની એક વિશેષ ખાસિયત છે, કે ગરબી મંડળ દ્વારા 10 વર્ષથી ફક્ત અને ફક્ત સોનાની જ લ્હાણી કરાય છે, તેમજ રોજ બરોજ અવનવી લ્હાણી અને વિવિધ નાસ્તાઓનું પણ આયોજન રાખવામાં આવેલ હતું તથા ગરબી મંડળ દ્વારાઆરતી ડેકોરેશન સ્પર્ધા તેમજ રાસ ગરબા સ્પર્ધા પણ યોજવામાં આવેલ હતી. તેમાં વિજેતાઓને પ્રોત્સાહક ઈનામો આપવામાં આવેલા તેમજ અન્ય વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરી સંપૂર્ણ પારીવારીક માહોલ સાથે નવરાત્રીનું આયોજન પુર્ણ કરવામાં આવેલ.
આ આયોજનને સફળ બનાવવામાં શિવમ ગૃપના શ્રી કુલદીપસિંહ પરમાર, અતુલ કારીયા, જયેશ ઉદેશી, વિપુલ પટેલ, સંજય ધીણોજા, કમલ લિંબડ, ધવલ જોષી, પંકજ પરમાર, જયદેવ શીશાંગીયા, મધુબા પરમાર, રાધિકા પઢિયાર, વિધિ ચાવડા, દિયા દત્તાણી, શિવરાજસિંહ પરમાર, યશ ચાવડા, અમિશ ગોહેલ, હર્ષિલ જોષી, મિલન પાલા સહિત અન્ય લોકો જહેમત ઉઠાવેલ હતી.