લીમડી નજીક આશાપુરા હોટેલ પાસે રેઈડ: 26.71 લાખના મુદ્દામાલ સાથે ટેન્કર ટ્રક અને 3 આરોપીઓની ધરપકડ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની સૂચનાથી નેશનલ હાઇવે પર આવેલી હોટેલો/ધાબામાં ચાલતી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ ડામી દેવા માટે લીંબડી પોલીસે સપાટો બોલાવ્યો છે.
લીંબડી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક એમ. રબારીના માર્ગદર્શન હેઠળ પોલીસે ગેરકાયદેસર લોખંડની એંગલોની લે-વેચનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું છે.
- Advertisement -
લીંબડી પોલીસ ઈન્સ્પેક્ટર એ.આર. પટેલ અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે લીંબડી નેશનલ હાઇવે રોડ પર જાખણ મંદિરની પાસે આવેલ આશાપુરા હોટલની બાજુમાં આવેલા ભંગારના ડેલામાં રેઈડ કરવામાં આવી હતી. રેઈડ દરમિયાન ચોરી કરેલી કે ગેરકાયદેસર રીતે મેળવેલી લોખંડની એંગલોનું કટિંગ અને વેપાર ચાલી રહ્યો હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે ઘટનાસ્થળેથી નીચે મુજબના 26,71,939 રૂૂપિયાના મુદ્દામાલ સાથે ત્રણ ઈસમોને પકડી પાડ્યા હતા. પકડાયેલા ત્રણેય ઈસમો અને મુદ્દામાલને લીંબડી પોલીસ સ્ટેશન લાવીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં પી.આઈ. એ.આર. પટેલ સહિત પોલીસ સ્ટાફના મહાવિરસિંહ ઝાલા, ભરતસિંહ પરમાર, મોબતસિંહ ગોહીલ, પુષ્પરાજસિંહ રાણા અને સંગીતભાઈ ધરજીયા જોડાયા હતા.
કબ્જે કરાયેલો મુદ્દામાલ
વિગત કિંમત (રૂ.)
લોખંડની એંગલો 15,93,939/-
ટેન્કર ટ્રક નં. ૠઉં-33-ઝ-1947 10,00,000/-
મોબાઈલ ફોન નંગ-03 55,000/-
રોકડ રકમ 3,000/-
કુલ મુદ્દામાલ 26,71,939/-
ઝડપાયેલા આરોપીઓ:
નારાયણભાઈ ગોમારામ ગુર્જર (ઉં.વ-24) – રહે. ચોરણીયા, લીંબડી (મૂળ રાજસ્થાન)
પ્રભુલાલ ભાગુલાલ બલાઇ (ઉં.વ-21) – રહે. ચોરણીયા, લીંબડી (મૂળ રાજસ્થાન)
વિજયદાન મહેશદાન ગઢવી (ઉં.વ-38) – રહે. શ્ર્યામનગર સોસાયટી, રાજકોટ
- Advertisement -