અંદાજિત 6 ટન રેતી સાથે મામલતદારની ટીમે ટ્રેક્ટર સીઝ કરી કાર્યવાહી કરી
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.8
કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ પ્રાંત ઓફિસ તથા મામલતદાર ઓફિસની ટીમ દ્વારા ઉના તાલુકાના કાળપાણ ગામથી અનધિકૃત રેતી લઇ આવતા અંદાજિત 6 ટન રેતી સાથેના 2 ટ્રેક્ટર જેની અંદાજિત કિંમત રૂ. 8 લાખ થવા જાય છે. તેને સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.