યુ.એસ.ના યુદ્ધ વિભાગે પુષ્ટિ કરી છે કે પાકિસ્તાન $2.5Bના કરાર હેઠળ રેથિયોન પાસેથી AMRAAM મિસાઇલો પ્રાપ્ત કરશે, જેમાં તાજેતરમાં ઉમેરવામાં આવેલ $41M. આ સોદામાં અન્ય રાષ્ટ્રોનો સમાવેશ થાય છે અને તે 2030 સુધી લંબાય છે. ટ્રમ્પ અને પાકિસ્તાની નેતાઓ વચ્ચેની બેઠક બાદ મિસાઇલો પાકિસ્તાનના F-16ને સજ્જ કરશે.
તાજેતરના યુએસ મિસાઇલ કરારમાં પાકિસ્તાનનો સમાવેશ ઇસ્લામાબાદ અને વોશિંગ્ટન વચ્ચેના સૈન્ય સંબંધોમાં પુનઃસ્થાપનનો સંકેત આપે છે, પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઓવલ ઓફિસમાં શેહબાઝ શરીફ અને અસીમ મુનીરને મળ્યાના અઠવાડિયા પછી.
- Advertisement -
કોન્ટ્રાક્ટમાં 30થી વધુ દેશોનો સમાવેશ
આ કરારમાં બ્રિટન, પોલેન્ડ, જર્મની, ફિનલેન્ડ, ઓસ્ટ્રેલિયા, રોમાનિયા, કતાર, ઓમાન, કોરિયા, ગ્રીસ, સ્વિટ્ઝર્લેન્ડ, પોર્ટુગલ, સિંગાપોર, નેધરલેન્ડ, ચેક રિપબ્લિક, જાપાન, સ્લોવાકિયા, ડેનમાર્ક, કેનેડા, બેલ્જિયમ, બહેરીન, સાઉદી અરબ, ઇટાલી, નોર્વે, સ્પેન, કુવૈત, સ્વીડન, તાઇવાન, લિથુઆનિયા, ઇઝરાયેલ, બલ્ગેરિયા, હંગેરી અને તુર્કી સહિત 30થી વધુ દેશોને વિદેશી સૈન્ય વેચાણ (Foreign Military Sales)નો સમાવેશ થાય છે.
નવા મિસાઇલથી એરફોર્સની તાકાત વધશે
- Advertisement -
જોકે, પાકિસ્તાનને કેટલી નવી AMRAAM મિસાઇલો આપવામાં આવશે તે અંગે હજી સ્પષ્ટતા નથી, પરંતુ આ સમાચાર સામે આવતાં પાકિસ્તાની વાયુસેનાના F-16 કાફલાને વધુ અદ્યતન બનાવવાની ચર્ચા શરૂ થઈ ગઈ છે.
નોંધનીય છે કે, પાકિસ્તાન એરફોર્સના ચીફ ઑફ એર સ્ટાફ એર ચીફ માર્શલ ઝહીર અહેમદ બાબરે જુલાઈમાં અમેરિકાના વિદેશ વિભાગની મુલાકાત લીધી હતી. સંરક્ષણ પ્રકાશન કુવા (Kuwa) મુજબ, જે મિસાઇલ પાકિસ્તાનને મળવાની શક્યતા છે, તે AIM-120C8 છે, જે AIM-120Dનું નિકાસ સંસ્કરણ (Export Version) છે. આ મિસાઇલ અમેરિકન સેવામાં AMRAAMનું મુખ્ય વેરિઅન્ટ છે.
ભારત માટે ચિંતાનો વિષય
અહેવાલમાં જણાવ્યા મુજબ, પાકિસ્તાની એરફોર્સ હાલમાં જૂના C5 સંસ્કરણનો ઉપયોગ કરે છે, જેમાંથી 500 મિસાઇલો 2010માં તેના નવીનતમ બ્લોક ૫૨ F-16 વિમાનો સાથે હસ્તગત કરવામાં આવી હતી. આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે અમેરિકા અને પાકિસ્તાનના સંબંધો વધુ મજબૂત બની રહ્યા છે જે ભારત માટે ચિંતાનો વિષય છે. ખાસ કરીને મે મહિનામાં પાકિસ્તાન અને ભારત વચ્ચેના સંઘર્ષ બાદ પાકિસ્તાન સતત અમેરિકાની નજીક આવવાનો પ્રયાસ કરી રહ્યું છે. પાકિસ્તાને એ સંઘર્ષ વિરામનો શ્રેય અમેરિકના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આપ્યો હતો અને તેટલું જ નહીં, પાકિસ્તાને ટ્રમ્પ માટે નોબેલ શાંતિ પુરસ્કારની માગણી પણ કરી હતી.