સૌરાષ્ટ્રની ધરોહર અને સાહિત્યની જીવંત ઉજવણીનો કાર્યક્રમ એટલે
અટલ સરોવર પાસેના કેફેનિટી કાફેમાં યોજાશે
- Advertisement -
પ્રતિભાશાળી કલાકારો દ્વારા સૌરાષ્ટ્રના કવિઓની વાર્તાઓ અને કાવ્યોનું મંચન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરમાં કલાકુંતબ ઇવેન્ટસ દ્વારા એક અનોખો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રની ધરોહર અને સાહિત્યની જીવંત ઉજવણી કરાશે. નવા 150 ફૂટ રીંગ રોડ પર આવેલા અટલ સરોવર પાસેના કેફેનિટી કાફે અને રેસ્ટોરન્ટ ખાતે 10 ઓક્ટોબરને શુક્રવારના રોજ રાત્રે 8થી 11:30 કલાક સુધી સૌરાષ્ટ્રની સંસ્કૃતિ, સાહિત્ય અને સાહિત્યકારોને સમર્પિત અનોખી સાંસ્કૃતિક સાંજ ડાયરાની ડેલી નામથી અનોખો કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. તો આવો ડાયરાની ડેલીએમાં પ્રતિભાશાળી કલાકારો આરજે અજયસિંહ, નામદેવ પંડ્યા, ઉન્નતિ જાની, ભાવેશ દક્ષિણી, આશિષ અઘેરા, દર્શિત સાકડેચા, કપીલ જોશી, મોહિત દેસાણી, નિયન્તા ત્રિવેદી, આંકાક્ષા ગોંડલીયા અને બંસી રંગાણી સહિતના દ્વારા કવિ ઝવેરચંદ મેઘાણી, દુલા ભાયા કાગ અને અન્ય સૌરાષ્ટ્રના કવિઓની વાર્તાઓ અને કાવ્યોનું મંચન કરવામાં આવશે. આ કાર્યક્રમનો હેતુ નવી પેઢીને સૌરાષ્ટ્રની સમૃદ્ધ ધરોહર સાથે જોડવાનો છે. આ કાર્યક્રમનું ડેકોરેશન અને થીમ સિધ્ધાર્થ લશ્કરી અને તેની ટીમ દ્વારા કરવામાં આવશે. ડારેક્ટર તરીકે ઓમ જોશી અને ક્ધસેપ્ટ નામદેવ પંડ્યા દ્વારા આપવામાં આવ્યો છે. આ કાર્યક્રમના પ્રવેશ પાસ માટે ધવલ વ્યાસ મો.નં. 9157101757 પર સંપર્ક કરવો.