મંગળવારે ક્લબ યુવી ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક અને હાસ્યરસના કાર્યક્રમ સાથે રક્તદાન કેમ્પનું આયોજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટની અગ્રણી સામાજિક સંસ્થા ઉમિયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટ અને ઉમિયા યુવા સોશ્યલ ગ્રૂપ દ્વારા તા. 7 ઓક્ટોબર, મંગળવારના રોજ શરદપૂર્ણિમાની રાત્રે 21મા શરદોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ કલબ યુવી ગરબીવાળું ગ્રાઉન્ડ, પરસાણા ચોક ખાતે રાત્રે 8:30 કલાકે યોજાશે.
અંદાજે 25,000 કડવા પાટીદાર પરિવારો એકસાથે બેસીને દૂધ-પૌવાની પ્રસાદી લેશે, જેના દાતા તરીકે પટેલ મેટલ કોર્પોરેશન અને પતંગ ફેમિલી રિસોર્ટનો સહયોગ મળ્યો છે.
- Advertisement -
આ શરદોત્સવમાં લોકગાયિકા ઉર્વશીબેન રાદડીયા અને હાસ્ય કલાકાર વિજય રાવલ સહિતના કલાકારો દ્વારા સાંસ્કૃતિક અને હાસ્યરસની રંગત જામશે.
કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ઉમિયાધામ સિદસરના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણી સહિત અનેક પાટીદાર શ્રેષ્ઠીઓ હાજર રહેશે. આ પ્રસંગે સ્વર્ગસ્થ પાટીદારોના સ્મરણાર્થે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ટ્રસ્ટ દ્વારા આ કાર્યક્રમમાં પાસ કે ટિકિટ વિના પાટીદાર પરિવારોને સામુહિક ઉજવણી કરવા આમંત્રણ આપવામાં આવ્યું છે.