વાયરલ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે ડાન્સ પાર્ટી દરમિયાન કેટલાક લોકો દ્વારા ચલણી નોટોનો વરસાદ પણ કરવામાં આવ્યો હતો
સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થતાં અનેક લોકોએ ટિપ્પણીઓ કરીને આ પ્રકારની જાહેરમાં થતી અશ્ર્લિલ પ્રવૃત્તિઓ અંગે રોષ વ્યક્ત કર્યો છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
અમદાવાદના સરદાર નગર વિસ્તારના કુબેરનગરમાં જાહેર રસ્તા પર એક જન્મદિવસની ઉજવણી દરમિયાન યુવકો અને યુવતીએ બિભત્સ ચેનચાળા અને ડાન્સ કર્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે, જેને જોઈને લોકોએ મુંબઈના બાર જેવી ડાન્સ પાર્ટીની ટિપ્પણી કરી છે.
મુંબઈના બારની જેમ અમદાવાદના રસ્તા પર ડાન્સ પાર્ટી થઈ હતી. ડાન્સ પાર્ટીનો VIDEO વાયરલ થયો છે. યુવતી સાથે ડાન્સ કરી યુવકે બિભત્સ ચેનચાળા કર્યા હોવાની ચર્ચા ચારેતરફ થઈ રહી છે. તો કેટલાક લોકોએ રસ્તા પર થયેલી આ પાર્ટીમાં ચલણી નોટોનો વરસાદ પણ કર્યો હતો. એક તરફ નવરાત્રિના તહેવારો દરમિયાન વડોદરાના ગરબામાં કપલના કિસીંગ વિડીયોના કારણે વિવાદ સર્જાયો હતો. ત્યાર બાદ હવે અમદાવાદના કુબેરનગર વિસ્તારનો વિડીયો વાયરલ થયો છે. કેટલાક યુવકો દ્વારા યુવતીને બોલાવી રસ્તા પર જ જન્મદિવસની ડાન્સ પાર્ટીનું આયોજન કરાયું હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. વાયરલ વિડીયોમાં યુવકો અને યુવતી ફક્ત ડાન્સ નથી કરતા પણ બિભત્સ ચેનચાળા કરતા હોવાનું પણ જોવા મળ્યું છે. જોકે, Z 24 કલાક આ વિડીયોની પુષ્ટિ નથી કરતું.
- Advertisement -
View this post on Instagram
અમદાવાદ માં જાહેરમાં બીભત્સ ડાન્સનો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો સરદાર નગરના કુબેરનગર વિસ્તારનો હોવાનું ખૂલ્યું છે. જેમાં જાહેર રોડ પર યુવતી સાથે બિભત્સ ડાન્સ કરતા યુવકોનો વિડીયો જોવા મળી રહ્યો છે. નવરાત્રિમાં ગરબામાં વડોદરા અને સુરતમાં જાહેરમાં અશ્લીલ હરકતોનો વિડીયો વાયરલ થયો હતો. જે બાદ હવે અમદાવાદમાં પણ જાહેરમાં યુવકનો યુવતી સાથે બિભત્સ ડાન્સ કરતો વિડીયો વાયરલ થયો છે. પાર્ટી દરમિયાન કેટલાક યુવકો ડાન્સ કરી રહ્યા છે જેની સાથે એક યુવતી પણ જ બિભત્સ ડાન્સ કરી રહી હોય તેવુ વિડીયોમાં દેખાઈ આવે છે.આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર મુકેશ મકવાણા નામના વ્યક્તિએ બિભત્સ ડાન્સના વિડીયો અપલોડ કર્યો છે. મુકેશ મકવાણાએ જન્મ દિવસની ઉજવણી માટે પાર્ટી રાખી હતી. આ પાર્ટી દરમિયાન ગાળામાં ગોલ્ડન દાગીના પહેરીને મુકેશ મકવાણા ડાન્સ કરી રહ્યો હતો. પાર્ટી દરમિયાન જાહેરમાં રોડ પર જ મુકેશ સાથે યુવતી પણ ડાન્સ કરી રહી હતી. મુકેશ અને યુવતી જાહેરમાં ડાન્સ દરમિયાન બીભત્સ હરકતો કરી રહ્યા હતા. આ વિડીયો વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે. વાયરલ વિડીયોમાં પણ અનેક લોકોએ ટિપ્પણી કરતી કોમેન્ટ કરી છે. આ પ્રકારના વિડીયોથી સમાજ પર પણ ખોટી અસર પડી રહી છે ત્યારે સરદારનગર પોલીસે સમગ્ર વિડિઓ બાબતે તપાસ શરૂ કરી છે.