ઈન્ટરનેટ બંધ: VHP દ્વારા આજે બંધનું એલાન
ખાસ-ખબર ન્યૂઝ કટક
- Advertisement -
રવિવારે દુર્ગા પૂજા વિસર્જન સમારોહ દરમિયાન હિંસક અથડામણો થયા બાદ ઓડિશાના કટકમાં પરિસ્થિતિ તણાવપૂર્ણ રહી હતી. અધિકારીઓએ સમગ્ર શહેરમાં ફોજદારી કાર્યવાહી સંહિતા (ઈઙિઈ)ની કલમ 144 લાગુ કરી દીધી છે. ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે.
બે જૂથો વચ્ચે થયેલી અથડામણ બાદ ફાટી નીકળેલી હિંસામાં પચીસ લોકો ઘાયલ થયા હતા. અત્યાર સુધીમાં છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. શહેરના ઘણા વિસ્તારોમાં રવિવાર રાત્રે 10 વાગ્યાથી આગામી 36 કલાક માટે કર્ફ્યુ લાદવામાં આવશે.
વિશ્ર્વ હિન્દુ પરિષદ (VHP) એ સોમવારે સવારથી સાંજ સુધી 12 કલાકની હડતાળનું આહ્વાન કર્યું છે. ટઇંઙના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વારંવાર વિનંતીઓ છતાં વહીવટીતંત્ર શાંતિપૂર્ણ વિસર્જન સુનિશ્ર્ચિત કરવામાં નિષ્ફળ ગયું છે. કટકના દરાગાબજાર વિસ્તારથી દેવીગરા ખાતે કાથજોડી નદીના કિનારે વિસર્જન યાત્રા નીકળી રહી હતી. આ દરમિયાન, હાટી પોખરી વિસ્તારમાં રાત્રે 1:30 થી 2:00 વાગ્યાની વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, શોભાયાત્રા દરમિયાન મોટા અવાજે વગાડવામાં આવતા સંગીતનો કેટલાક સ્થાનિક લોકોએ વિરોધ કર્યો ત્યારે ઝઘડો શરૂ થયો. વિવાદ વધ્યો, જેના કારણે છત પરથી પથ્થરો અને બોટલો ફેંકવામાં આવી, જેમાં ઘણા લોકો ઘાયલ થયા. ઘાયલોમાં ડીસીપી ખિલાડી ઋષિકેશ જ્ઞાનદેવનો પણ સમાવેશ થાય છે.
પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો. અનેક વાહનો અને દુકાનોમાં તોડફોડ કરવામાં આવી. લગભગ ત્રણ કલાક માટે વિસર્જન અટકાવી દેવામાં આવ્યું. બાદમાં, કડક સુરક્ષા હેઠળ, વિસર્જન ફરી શરૂ થયું, અને સવારે 9:30 વાગ્યા સુધીમાં, બધી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
આસિસ્ટન્ટ ફાયર ઓફિસર સંજીબ કુમાર બેહરાએ જણાવ્યું હતું કે, ‘ગૌરીશંકર પાર્ક નજીક અનેક સ્થળોએ તોફાનીઓએ આગ લગાવી હતી. અમને 8-10 સ્થળોએ આગ લાગવાના અહેવાલો મળ્યા હતા. અમે આગ ઓલવી નાખી હતી, પરંતુ ટોળું હજુ પણ અમારા પર પથ્થરમારો કરી રહ્યું હતું. પોલીસ ઘટનાસ્થળે પરિસ્થિતિ સંભાળી હતી.’