નારાયણનંદજી સ્વામીના દિવ્ય પ્રવચનથી ભક્તજનો ભાવવિભોર
શનિવારે વિવિધ પૂજન-અર્ચન બાદ આજે પ્રાણ પ્રતિષ્ઠા અને ધ્વજા રોહણ સાથે મહોત્સવની પૂર્ણાહુતિ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
રુદ્રેશ્વર મહાદેવ મંદિરના ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના બીજા દિવસ, તા. 04.10.25, શનિવારના રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. પ્રથમ સત્રમાં ગણપતિ પૂજન, સ્થાપિત દેવતા પૂજન, પ્રધાન હોમ અને ધાન્યાધિવાસ સહિતના પૂજન અર્ચન કરાયા હતા, જ્યારે દ્વિતીય સત્રમાં જલાધિવાસ અને પુષ્પાધિવાસ સહિતના કાર્યક્રમો યોજાયા હતા.
સાંજે, દ્વારકા શારદા પીઠાધીશ્વર શંકરાચાર્યજી મહારાજના પરમ શિષ્ય બ્રહ્મચારી નારાયણનંદજી સ્વામીએ ભક્તજનોને દિવ્ય પ્રવચન થકી ધર્મસભાનું આયોજન કર્યું હતું. તેમની અમૃત વાણી સાંભળવા મોરબી અને હળવદથી ધર્મપ્રિય પ્રજાજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આજે, તા. 05.10.25, રવિવારના રોજ પ્રથમ સત્રમાં પ્રાણ પ્રતિષ્ઠા, શિખર પૂજન અને ધ્વજા રોહણ તેમજ દ્વિતીય સત્રમાં પૂર્ણાહુતી અને ભસ્મધારણ જેવા કાર્યક્રમો સાથે આ ત્રિદિવસીય મહોત્સવની પૂર્ણાહુતિ થશે.