વિડીયો વાયરલ કરવાની ધમકી આપી 40 લાખની ખંડણી માંગી
રાજકોટની બે યુવતી સાથે જૂનાગઢનો શખ્સ ઝડપાયો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.6
જૂનાગઢમાં જાહેર જનતામાં ડર ઊભો કરીને ખંડણી માંગતી અને બળજબરીથી પૈસા પડાવતી ’હની ટ્રેપ’ ગેંગનો પર્દાફાશ થયો છે. જુનાગઢ બી. ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જુનાગઢ રેન્જ આઇજી નિલેશ જાજડીયા અને પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા અને નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલિયાના માર્ગદર્શન હેઠળ પોલીસે ખંડણીખોરોને ઝડપી પાડવા માટે સઘન કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે ફરિયાદી નિવૃત આરએફઓપરસોતમ ત્રિકમભાઇ કનેરિયા ઉ.વ. 67, રહે.ચોબારી રોડ, જુનાગઢ એ ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેઓને રાજકોટની ઉર્મિલા નામની યુવતી સાથે સોશ્યલ મીડિયાના માધ્યમથી પરિચય થયો હતો અને આ રાજકોટની મહિલા સાથે ચોટીલાની એક હોટલમાં અંગત પળો માણી હતી અને તેનો વિડિઓ ઉતારી લીધો હતો. અને આ ઉર્મિલા નામની મહિલાએ સગુફ્તા ઉર્ફે જોયા નામની મહિલાને મોકલી આપલ હતો અને સગુપ્તા ઉર્ફે જોયાએ આ વિડીયો જીશાન બદવી નામના ઇસમને મોકલી અને જીશાન બદવીએ નિવૃત્ત આરએફઓને મોબાઇલના વોટ્સએપમાં મોકલીને વિડીયો વાઇરલ કરવાની ધમકી આપી હતી અને રૂપિયા 40 લાખની બળજબરી પૂર્વક માંગણી કરેલ હતી. પોલીસે ફરિયાદના આધારે ગણતરીની કલાકોમાં ઉર્મીલા ધનજીભાઇ ખીમસુરીયા (ઉ.વ.28) રહેવાસી રૈયા ચોકડી મીરાનગર 08 રાજકોટ, સગુપ્તા ઉર્ફે જોયા અબ્દુલ હબીબભાઇ શેખ (ઉ.વ.23) રહે. જુલાઇવાડા અમરદીપ એપાર્ટમેન્ટ હાલ જૂનાગઢ અને જીશાન ફારૂકભાઇ બદવી (ઉ.વ.28) રહે.જુલાઇવાડા જૂનાગઢ વાળા શખ્સને ઝડપી પાડી આગળની તપાસ જૂનાગઢ બી-ડીવીઝન પીઆઇ એ-બી ગોહેલ તેમજ ક્રાઇમ બ્રાંચના પીઆઇ એ.એમ.પટેલ દ્વારા વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.