બર્બટાણા ગામના મહિલા સરપંચ યુ.કે. કામળીયા દ્વારા અમરેલી એસટી વિભાગના ઉચ્ચ અધિકારીને લખી રજૂઆત કરી
રાજુલા તાલુકાના બર્બટાણા સહિતના આસપાસના ગામોમાં આવેલ છે. અહીં રાજુલા શહેર થી બર્બટાણા, ચારોડીયા, નાની -મોટી ખેરાળી, ખારી, મેરિયાણા, બાબરીયાધાર આ સાત ગામોમાં એસટી બસની સેવાઓ ન હોવાથી અહીંના લોકોને અવરજવર દરમિયાન મુશ્કેલી પડી રહી છે. જેથી ના છૂટકે પ્રાઇવેટ વાહનોમાં મુસાફરી કરવા માટે મજબૂર બન્યા છે. રાજ્ય સરકાર દ્વારા વહેલી તકે બર્બટાણા સહિતના સાત ગામો માટેની એસટી બસ શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ત્યારે આ બાબતે બર્બટાણા ગામના જાગૃત મહિલા સરપંચ યુ.કે. કામળીયા દ્વારા અમરેલી એસટી વિભાગના ઉચ્ચ અધિકારીને પત્ર મારફતે રજૂઆત કરવામાં આવી છે. જેમા જણાવ્યું કે, રાજુલા તાલુકાની અંદર આવેલું બર્બટાણા ગામે તથા આસપાસના ગામો ચારોડીયા,નાની ખેરાળી, મોટી ખેરાળી, બાબરીયાધાર, ખારી અને મેરિયાણા ગામમાં આજસુધી કોઈપણ રૂટની એસટી બસ સેવાને જોડાયેલા નથી. હાલમાં અમરેલી-રાજુલા, રૂટની બસ માત્ર ચારોડીયા થી રાજુલા જંક્શન થી અમરેલી રાજુલા જાય છે. જે 1 કિમી દૂર આવેલ રેલવે સ્ટેશન સુધી જ આવે છે. અને ત્યાંથી પરત ફરી જાય છે. જેથી ગામડાઓ સુધીની એસટી બસની સેવાઓ ન હોવાથી લોકો મુશ્કેલીમા મુકાયા છે. અગાઉ બાબરીયાધાર ગામે એક બસ સવાર સાંજ ચાલુ હતી જે રાત્રે બાબરીયાધાર ગામે રાત રોકાતી અને વહેલી સવારે ઉપડતી તે મુસાફરો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે ખૂબ અનુકૂળ સેવા હતી. આ બસ બંધ થતાં ઘણા ગ્રામજનોને મોટી મુશ્કેલી થઈ રહી છે. રાજુલા-અમરેલી બસને બર્બટાણા અને આસપાસના ગામો સુધી રૂટ લંબાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ત્યારે હવે એસટી વિભાગ દ્વારા સાત ગામો માટેની
બસ સેવા વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. વધુમા જણાવેલ કે, જો આગામી સમયમાં એસટી બસ સેવા ચાલુ નહીં કરવામાં આવે તો છૂટકે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી. આ બાબતે બર્બટાણા ગામના મહિલા સરપંચ યુ.કે. કામળીયા દ્વારા અમરેલી એસટી ડેપો મેનેજર અધિકારીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. અને આ પત્રની એક નકલ સાંસદ ભરતભાઈ સુતરીયાને પણ મોકલી છે.
રાજુલાના બર્બટાણા-ચારોડીયા તથા આસપાસના ગામોમાં એસટી બસ સેવા શરૂ કરવા માંગ ઉઠી
