શેરબજારમાં રોકાણ કરાવી વધુ રૂપિયા આપવાની લાલચે છેતરતો હતો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.3
ધ્રાંગધ્રા શહેરના તળાવ શેરી વિસ્તારમાં રહેતો પ્રશાંત ભરતભાઈ વાઘેલા વિરુધ આગાઉ તા: 25 જુલાઈના રોજ કરીફો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનો ગુન્હો નોંધાયો હતો જેમાં પ્રશાંત ભરતભાઈ વાઘેલા સામાન્ય લોકો સાથે મિત્રતા કેળવી બાદમાં તેઓને રૂપિયા ઇન્વેસ્ટ કરવા માટે સમજ આપતો હતો અને બાદમાં શેર બજારમાં રૂપિયા ઇન્વેસ્ટ કરવાની અને રૂપિયા રોકાણ કરે તો તેના બદલામા વ્યાજ આપવાની લાલચ આપતો હતો આ પ્રકારે શહેરના અનેક વેપારીઓ છેતરપિંડીનો ભોગ બન્યા હતા. સામાન્ય લોકો સાથે છેતરપિંડી આચરવામાં ફ શખ્સની સાથે તેના બહેન પણ સામેલ હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું જેથી બંને ભાઈ બહેન વિરુદ્ધ રૂપિયા 1.35 કરોડની છેતરપિંડી અંગેનો ગુન્હો નોંધાયો હતો. આ તરફ નાશી ગયેલ બંને ભાઈ બહેનને શોધવા ધ્રાંગધ્રા સિટી પોલીસ દ્વારા એક ટીમ તૈયાર કરી હતી જેમાં પ્રશાંત વાઘેલાના સંભવિત આશ્રય સ્થાને દરોડા કરવામાં આવ્યા હતા અને અંતે લોકોને ચૂનો લગાવનાર પ્રશ્ન ભરતભાઈ વાઘેલા પોલીસના સકંજામાં ફસાયો હતો. હાલ સ્થાનિક પોલીસ દ્વારા શખ્સની રિમાન્ડ અંગેની કાર્યવાહી હાથ ધરી છે.