ગુજરાતમાંથી 480 કાર્યકર્તાઓ જોડાશે: શિક્ષણ નીતિ અને શિક્ષકના હિત પર થશે ચર્ચા-વિચારણા
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.3
“રાષ્ટ્ર કે હિત મેં શિક્ષા” ધ્યેય સૂત્ર સાથે કાર્યરત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનું નવમું અખિલ ભારતીય અધિવેશન તારીખ 5 થી 7 ઓક્ટોબર દરમિયાન રાજસ્થાનના જયપુર ખાતે યોજાશે. આ ત્રિ-દિવસીય અધિવેશનમાં સમગ્ર ભારતભરમાંથી વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેવાના છે, જેમાં ગુજરાતમાંથી તમામ સંવર્ગના 480 જેટલા કાર્યકર્તાઓ જોડાશે. અધિવેશનમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020, ’હમારા વિદ્યાલય હમારા તીર્થ’, રાષ્ટ્રીય મૂલ્યોનું શિક્ષણ, અને સમાજ-શિક્ષકના સુમેળભર્યા સંબંધો જેવા મહત્ત્વના વિષયો પર તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત, દેશભરના ચુનિંદા શિક્ષકોને વિદ્યાભૂષણ સન્માનથી સન્માનિત કરવામાં આવશે. આ અધિવેશનમાં જોડાવા માટે મોરબી જિલ્લામાંથી હિતેશભાઈ ગોપાણી, દિનેશભાઈ વડસોલા સહિતના અગ્રણી કાર્યકર્તાઓ રવાના થયા છે.



