હાઈવે પર બેફામ વાહનચાલકો સામે કાર્યવાહી કરવા ગૌપ્રેમીઓમાં રોષ અને માંગણી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.3
મોરબીના જેતપર રોડ પર આવેલા બેલા ગામ નજીક ગઈકાલે રાત્રિના સમયે એક અજાણ્યા ભારે વાહને પાંચ જેટલા ગૌવંશને હડફેટે લેતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી.
સોમનાથ પેટ્રોલ પંપ નજીક બનેલી આ ઘટનામાં, ત્રણ ગૌવંશનું ઘટનાસ્થળે જ ગંભીર ઇજાઓને કારણે કરુણ મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય બે ગૌવંશને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત ગૌવંશની સારવાર માટે સંબંધિત ગૌશાળા અને સત્તાવાળાઓને જાણ કરવામાં આવી છે.
- Advertisement -
આ અવારનવાર બનતી ઘટનાને પગલે ગૌપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોએ માંગણી કરી છે કે, મોરબીના હાઇવે રોડ પર રાત્રિ દરમિયાન બેફામ ગતિએ દોડતા ટ્રક, ડમ્પર અને ટ્રેલર સહિતના વાહનચાલકોની ગતિને નિયંત્રિત કરવા માટે હાઇવે ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા તાત્કાલિક નક્કર કાર્યવાહી કરવામાં આવે, જેથી આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય.



