વિજયાદશમીના પાવન પર્વે મહંતોના વરદ હસ્તે લોકાર્પણ: દાતા જીગ્નેશભાઈ કૈલાનો ઋણ અદા કરવાનો ભાવ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.3
મહેન્દ્રનગરના મોક્ષધામ ખાતે હંસરાજભાઈ જેરામભાઈ કૈલાની પ્રેરણાથી અને તેમના પુત્ર જીગ્નેશભાઈ કૈલાના માતબર આર્થિક સહયોગથી નિર્મિત ‘પ્રાર્થના હોલ’નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. તા. 02/10/2025, ગુરુવાર, વિજયાદશમીના શુભ દિવસે મહંત દામજીભગત (નકલંકધામ બગથળા) અને મહંત ભાવેશ્વરીબેન (રામધન આશ્રમ)ના વરદ હસ્તે લોકાર્પણ વિધિ યોજાઈ હતી. જીગ્નેશભાઈ કૈલાએ રૂપિયા 17,51,000/-ના આર્થિક દાનથી આ આધુનિક હોલનું નિર્માણ કરાવી જન્મભૂમિ પ્રત્યેનું ઋણ અદા કર્યું હતું. આ લોકાર્પણથી ગ્રામજનોએ ખુશી વ્યક્ત કરી દાતાનો આભાર માન્યો હતો.