EFTA સાથેનો ભારતનો મુક્ત વેપાર કરાર, બુધવારથી અમલી, વાઇન, ચોકલેટ, વસ્ત્રો અને ઘડિયાળો જેવી સ્વિસ પ્રોડક્ટ્સ પર ટેરિફ ઘટાડશે, જેનાથી તે સ્થાનિક સ્તરે સસ્તી થશે. ચા, કોફી, કાપડ, દરિયાઈ ઉત્પાદનો, ચામડા, રત્ન અને એન્જિનિયરિંગ માલ સહિતની ભારતીય નિકાસ આઇસલેન્ડ, લિક્ટેંસ્ટેઇન, નોર્વે અને સ્વિટ્ઝર્લેન્ડમાં વધુ બજાર પ્રવેશ મેળવશે, વેપારને વેગ આપશે.
અમેરિકા સાથે બાય લેટરલ ટ્રેડ ડીલ (બીટીએ) પર વાતચીત જયાં ગુંચવાયેલી છે, ત્યારે સ્વિટઝર્લેન્ડ સહિત 4 દેશોના બ્લોક ઈએફટીએ સાથે ભારતની એક ખૂબ જ ખાસ વ્યાપાર સમજુતી આજથી લાગુ થઈ જશે.
- Advertisement -
ટ્રેડ એન્ડ ઈકોનોમીક પાર્ટનર શિપ એગ્રીમેન્ટ (ટીઈપીએ)ના નામથી ઓળખાતી આ સમજુતી આ દ્દષ્ટિએ ખાસ છે કે આ ભારતનું પ્રથમ એગ્રીમેન્ટ છે, જેમાં એક નિશ્ચિત સમયગાળામાં એક નિશ્ચિત રોકાણનો વાયદો લેવામાં આવ્યો છે અને એ શરત પણ રાખવામાં આવી છે કે જો આ વાયદો પુરો ન થયો તો ભારત આયાત ચાર્જમાં અપાનારી રાહત ઘટાડવા કે તેને ખતમ કરવાનું પગલું ઉઠાવી શકે છે.
ઈએફટીએ શું છે?
યુરોપીયન ફ્રી ટ્રેડ એસોસીએશનમાં સ્વિટઝર્લેન્ડ ઉપરાંત આઈસલેન્ડ, નોર્વે અને લિખટેસ્ટાઈન સામેલ છે. આ યુરોપીયન યુનિયનથી અલગ ટ્રેડ બ્લોક છે. ટીઈપીએ પર 10 માર્ચ 2024ના સહી થઈ હતી. આ દેશો બાદ આ વર્ષે જુલાઈમાં ભારતે પણ સ્વીકૃતિ આપી દીધી હતી કે 3 મહિનામાં કરાર લાગુ કરવામા આવશે.
કેટલા રોકાણનો વાયદો
ઈએફટીએએ આગામી 15 વર્ષમાં ભારતમાં 100 બિલિયન ડોલર ઈન્વેસ્ટમેન્ટનો વાયદો કર્યો છે, જેથી ભારતમાં 10 લાખ જોબ્સની તકો ઉભી થશે.
- Advertisement -
સામાન્ય જન માટે શું લાભ
સ્વિસ ઘડિયાળો ચોકલેટ, બિસ્કીટ, ઓલિવ ઓઈલ, સાઈકલ, કોફી અને ઈલેકટ્રોનિકસ ઉપરાંત કટ અને પોલિશ્ડ ડાયમંડ ખૂબ જ ઓછા અથવા ઝીરો ડયુટીથી ભારત આવશે. ભારત તેના પર કસ્ટમ ડયુટી પછીના 10 વર્ષમાં તબકકાવાર ઓછી કરશે.
ભારતે શું આપ્યું
ભારત 82.7 ટકા પ્રોડકટ કેટેગરીમાં રાહત ડયુટી ઓફર કરી રહ્યું છે. આ ચીજો ઈએફટીએથી આવનારી આયાતના 95.3 ટકાની બરાબર છે. તેમાં પણ 80 ટકાથી વધુ ભાગ સોનાનો છે. સર્વિસીઝ સેકટરમાં ભારત એકાઉન્ટીંગ, ડિસ્ટ્રીબ્યુશન અને હેલ્થ સહિત 105 સબ-સેકટર્સમાં રાહત આપી છે.
નિકાસકારોને શું મળશે
ભારતીય નિકાસકારોને તક મળશે. સ્વિટઝર્લેન્ડની ગ્લોબલ સર્વિસીઝ એકસ્પોર્ટના 40 ટકાથી વધુ ભાગ ઈયુને જાય છે. ભારતીય કંપનીઓ સ્વિટઝર્લેન્ડને બેઝ બનાવીને ઈયુમાં કારોબાર વધારી શકે છે.