ભારતના રાષ્ટ્રપિતા ગાંધીજીની પ્રતિમા પર લખ્યું: ગાંધી, મોદી, હિન્દુસ્તાન આતંકવાદી, ભારતે કહ્યું-આ અહિંસાના સિદ્ધાંત પર હુમલો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
લંડનના ટેવિસ્ટોક સ્ક્વેરમાં સોમવારે મહાત્મા ગાંધીની પ્રતિમાને અપમાનજનક સૂત્રોચ્ચાર લખવાની ઘટના સામે આવી હતી. તોપોની તત્વોએ પ્રતિમા પર ‘ગાંધી,’ ‘મોદી’ અને ‘હિન્દુસ્તાન આતંકવાદી’ જેવા સૂત્રોચ્ચાર લખ્યા હતા.
ભારતીય હાઈ કમિશને આ ઘટના પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું છે કે આ માત્ર પ્રતિમાનું અપમાન નથી, પરંતુ મહાત્મા ગાંધીના અહિંસા અને શાંતિના સિદ્ધાંતો પર પણ હુમલો છે.
હાઈ કમિશને જણાવ્યું હતું કે સ્થાનિક અધિકારીઓને ઘટનાની જાણ કરવામાં આવી હતી, અને ત્યારબાદ બ્રિટિશ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સ્થાનિક પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.
હાઈ કમિશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ શરમજનક ઘટના આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસના ત્રણ દિવસ પહેલા બની હતી અને તેને ગંભીરતાથી લેવામાં આવી રહી છે. અમે સ્થાનિક વહીવટીતંત્ર સાથે મળીને પ્રતિમાનું સમારકામ અને રક્ષણ સુનિશ્ર્ચિત કરવા માટે કામ કરી રહ્યા છીએ.
- Advertisement -