એફઆઈઆર કહે છે કે જે લોકો પાણી અને તબીબી સહાય વિના ઘણા કલાકો સુધી મોટી સંખ્યામાં રાહ જોતા હતા તેઓ ગરમી અને ભીડને કારણે થાક અનુભવે છે, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી અને અનેક લોકોના મોત થયા હતા, એમ એફઆઈઆર કહે છે.
એફઆઇઆરમાં ટીવીકે ચીફ વિજય અને તેમના પાર્ટીના ત્રણ અન્ય નેતાઓને આ દુર્ઘટના માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. પોલીસે ટીવીકેના જિલ્લા સચિવ મથિયાઝગન, રાજ્ય મહાસચિવ બુશી આનંદ અને રાજ્ય સંયુક્ત સચિવ સીટીઆર નિર્મલકુમારની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 105, 110, 125, (બી)223 અને તમિલનાડુ જાહેર સંપત્તિ કાયદાની કલમ ૩ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. એફઆઇઆરમાં જણાવવામાં આવ્યું છે કે વિજયની રેલી માટે 11 શરતો નક્કી કરવામાં આવી હતી. સુરક્ષા અને ટ્રાફિકની વ્યવસ્થા માટે 500 પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતાં. એફઆઇઆરમાં જણાવવામાં આવ્યું છે કે મીડિયામાં વિજયને બપોરે 12 વાગ્યે રેલીમાં આવવાની જાહેરાત કરી હતી. જો કે સવારે 10 વાગ્યાથી જ ભીડ જમા થવા લાગી હતી. મથિયાઝનને 10,000 લોકો માટે પરવાનગી માંગી હતી. જો કે 25,000થી વધુ લોકો એકત્ર થઇ ગયા હતાં. એફઆઇઆરમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે વિજય ઇરાદાપૂર્વક રેલીમાં મોડા પહોંચ્યા હતાં.
- Advertisement -
તેમણે મંજૂરી વગર રોડશોનું આયોજન કર્યુ હતું. વહીવટી તંત્ર તરફથી રેલી માટે નક્કી કરવામાં આવેલી શરતોનું પાલન કરવામાં આવ્યું ન હતું.