હત્યા સહિતના ગુનામાં સંડોવાયેલા છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં હત્યા, દારૂ સહિત અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલા બે નામચીન શખ્સોની પી.સી.બી.ની ટીમે ઝડપી લઇ પાસા તળે અટકાયત કરી હિંમતનગર અને અમદાવાદ મધ્યસ્થ જેલમાં ધકેલી દીધા છે.
- Advertisement -
રાજકોટના શિતલપર્ક રોડ પર આવેલા મોચીનગરમાં રહેતા સેઝાદ ઉર્ફે નવાબ સુલતાનભાઈ જલવાણી ઉ.27 સામે રાજકટોમાં હત્યા, એટ્રોસિટી, દારૂ સહીત 7 ગુણ નોંધાઈ ચુક્યા હોય પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ પાસા વોરંટ ઇસ્યુ કરતા પીસીબી પીઆઇ એમ આર ગોંડલીયા અને ટીમે સેઝાદની ધરપકડ કરી પાસા તળે હિંમતનગર જેલમાં ધકેલી દીધો છે જયારે મનહરપુર મફતિયાપરામાં રહેતા અને હત્યા, દારૂ, જુગાર સહીત 10 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા વિનય રાજુભાઈ ઉકેડીયા ઉ.25 સામે પણ પાસા વોરંટ ઇસ્યુ કરતા પી.સી.બી.એ પાસા તળે અટકાયત કરી અમદાવાદ જેલમાં ધકેલી દીધો છે.



