વધુ પડતા લોકો ચા લવર હોય છે એટલે કે સવારમાં ઉઠતા જ ચાની ચુસકી લેવાનું પસંદ કરતા હોય છે પણ તમને ખાર છે આ એક ચાની ચૂસકી તમને કેટલી મોટી સમસ્યામાં મૂકી શકે છે. દાંત સાફ કર્યા પછી તરત જ ચા પીવી સારી છે. લોકો ઘણીવાર દાંત સાફ કર્યા પછી થોડીવાર રહીને ચા પીતા હોય છે, પરંતુ શું આ તેમના દાંત માટે યોગ્ય છે?
બ્રશ કર્યા પછી તરત ચા પીવાની આદત ધીરે ધીરે દાંતોને ખરાબ કરી શકે છે, કદાચ તમને તેનો અંદાજ પણ નહી હોય. ચાના ફાયદા તો છે, પરંતુ બ્રશ કર્યા પછી તરત ચા પીવો છો તો તેની અસર ખરાબ પડી શકે છે.
- Advertisement -
અમેરિકાની નેશનલ ઈન્સ્ટીપ્યૂટ ઓફ હેલ્થ અનુસાર, દાંત પર વારંવાર એસિડનો સંપર્ક થવાથી દાંતને કમજોર બનાવે છે. બ્રશ કર્યા પછી તરત જ ચા પીવાથી આ પ્રક્રિયા ઝડપી બની શકે છે.
દાંત પીળા થવાની શક્યતા વધી જાય છે
NIH ના સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે, બ્રશ કર્યા પછી દાંત થોડા સેંસેટિવ થઈ જાય છે. એવામાં ચામાં રહેલા ટેનીન દાંતની સપાટી પર ચોંટી જાય છે, જેથી દાંત પીળા થવાની શક્યતા વધી જાય છે. ટૂથપેસ્ટમાં ફ્લોરાઇડ પણ હોય છે, જે દાંતને મજબૂત બનાવે છે. જો કે, બ્રશ કર્યા પછી તરત જ ચા પીવાથી ફ્લોરાઇડનું સ્તર ઝડપથી દૂર થઈ શકે છે.
- Advertisement -
ત્યારે ટૂથપેસ્ટ અથવા બ્રશથી દાંતની સપાટી નરમ પડે છે
ચા (ખાસ કરીને લીંબુ સાથે અથવા દૂધ વગર) થોડી એસિડિક હોય છે. જ્યારે તમે બ્રશ કરો છો, ત્યારે ટૂથપેસ્ટ અથવા બ્રશથી દાંતની સપાટી નરમ પડે છે. જો ચા અથવા અન્ય કોઈ પીણું તરત જ પીવામાં આવે છે, તો એસિડ દાંતના દંતવલ્કને વધુ નરમ બનાવી દે છે, જેથી દાંત પર ડાઘ પડે છે અને દાંતના ચમકદાર પડને ધીરે ધીરે નુકસાન થવા લાગે છે.
બ્રશ કર્યા પછી ઓછામાં ઓછી 30-60 મિનિટ રાહ જુઓ
સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે, બ્રશ કર્યા પછી ઓછામાં ઓછી 30-60 મિનિટ રાહ જોવી જોઈએ. આ સમય દરમિયાન, પાણી પીવું, કોગળા કરવા, અથવા જો શક્ય હોય તો કેલ્શિયમયુક્ત ખોરાક (દૂધ, દહીં, વગેરે) જેવી કેટલીક હળવી વસ્તુઓનું સેવન કરો જે પીએચને સંતુલિત કરે છે.