હ્યુન્ડાઈએ એક જ દિવસમાં 11,000 ડીલર બિલિંગ નોંધાવીને પાંચ વર્ષનો રેકોર્ડ તોડ્યો
ટાટા મોટર્સે પણ GST ઘટ્યાના પ્રથમ દિવસે 10,000 કારની ડિલિવરી કરી
નાની કાર પરનો GST 28%થી ઘટીને 18% થતાં વાહનોના વેચાણમાં મોટો ઉછાળો આવ્યો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
દેશમાં જીએસટીના નવા રેટ્સ લાગૂ થઈ ગયા છે. આ નવા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સથી ઓટોમોબાઇલ સેક્ટરમાં ખુશીની લહેર દોડી ગઈ છે. ઓગસ્ટની ફેસ્ટિવ સીઝનમાં જ્યાં કંપનીઓએ વાર્ષિક આધાર પર વેચાણમાં ઘટાડાનો સામનો કરવો પડ્યો હતો. તો આ મહિને તેને રેકોર્ડ બુકિંગ મળી રહ્યું છે. તેવામાં નવા ૠજઝ રેટ્સ લાગૂ થવાના પ્રથમ દિવસ એટલે કે 22 સપ્ટેમ્બરે કાર કંપનીઓને છપ્પરફાડ બુકિંગ મળ્યું છે. દેશની સૌથી મોટી કાર કંપની મારૂતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડને પ્રથમ દિવસે 80000 ઈન્ક્વાયરી મળી. મહત્વનું છે કે નાની કાર પર મોદી સરકારે જીએસટી 28 ટકાથી ઘટાડી 18 ટકા કરી દીધો છે.
મારૂતિ સુઝકીના સીનિયર એક્ઝીક્યુટિવ ઓફિસર (માર્કેટિંગ અને સેલ્સ) પાર્થો બેનર્જીએ કહ્યુ, ’ૠજઝ ઘટ્યા બાદ ગ્રાહકોની પ્રતિક્રિયા અભૂતપૂર્વ રહી છે. છેલ્લા 35 વર્ષમાં અમે આવું જોયું નથી. પ્રથમ દિવસ (22 સપ્ટેમ્બર) અમને 80,000 ગ્રાહકો તરફથી ઈન્ક્વાયરી મળી અને અમે 25000 થી વધુ કારની ડિલીવરી કરી. જલ્દી 30,000 કારની ડિલીવરી થવાની આશા છે.’ તેમણે કહ્યું- નાની કારોની ડિમાન્ડ મજબૂત રહી છે. બુકિંગમાં લગભગ 50 ટકાનો વધારો થયો છે. ગ્રાહકો વધુ પૂછપરછ કરી રહ્યાં છે. આશા છે કે સેટલાક વેરિએન્ટનો સ્ટોક પણ ખતમ થઈ જશે.
18 સપ્ટેમ્બરે, જ્યારે મારુતિએ ૠજઝ દરોમાં ઘટાડો અને વધારાના ભાવ ઘટાડાની જાહેરાત કરી, ત્યારથી કંપનીને 75000 બુકિંગ મળ્યા છે. આનો અર્થ એ થાય કે દરરોજ આશરે 15000 બુકિંગ થાય છે, જે સામાન્ય કરતાં લગભગ 50% વધુ છે. કંપનીના ડીલરશીપ કાર પૂછપરછ અને બુકિંગ ડિલિવરી માટે મોડી રાત સુધી ખુલ્લા રહે છે. નોંધનીય છે કે મારુતિ જ-ઙયિતતજ્ઞ કંપનીની નવી એન્ટ્રી-લેવલ કાર બની ગઈ છે, જેની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત ₹3.50 લાખ છે.
બીજીતરફ હ્યુન્ડઈ મોટર ઈન્ડિયાના હોલટાઇમ ડાયરેક્ટર અને ઈઘઘ તરૂણ ગર્ગે કહ્યુ કે જીએસટી 2.0 સુધારાથી મળેલી સ્પીડની સાથે નવરાત્રિની શરૂઆતથી બજારમાં જોરદાર પોઝિટિવિટી જોવા મળી છે. તેમણે કહ્યું- પ્રથમ દિવસે લગભગ 11,000 ડીલર બિલિંગ નોંધ્યા, જે છેલ્લા પાંચ વર્ષમાં અમારૂ સિંગલ દિવસમાં હાઇએસ્ટ પ્રદર્શન પણ છે. આ ફેસ્ટિવ સીઝનને લઈને ગ્રાહકોના વિશ્વાસનું સ્પષ્ટ પ્રમાણ છે. અમને આ સીઝનમાં ભારે માંગ રહેવાની આશા છે. આ રીતે ટાટા મોટર્સે પણ નવરાત્રિના પ્રથમ દિવસે ધમાકેદાર શરૂઆત કરી છે. જીએસટી ઘટવાના પ્રથમ દિવસે કંપનીએ 10,000 કારની ડિલીવરી કરી. તો 25000થી વધુ ગ્રાહકોએ પૂછપરછ કરી. મહત્વનું છે કે જુલાઈ 2017મા લાગૂ થયા બાદથી જીએસટીમાં સૌથી મોટો સુધારો છે. આ ટેક્સ ઘટાડાનો ફાયદો નાની કાર ખરીદવા ઈચ્છતા ગ્રાહકોને મળી રહ્યો છે.
રાજકોટમાં પ્રથમ નોરતે 407 વાહનનું વેંચાણ: જેમાં 229 ટુ વ્હીલર અને 109 ફોર વ્હીલ
- Advertisement -
ભારત સરકાર અને જીએસટી કાઉન્સિલ દ્વારા નવરાત્રિમાં ૠજઝની ટકાવારીમાં ઘટાડો કરી દિવાળીની ડબલ ધમાકા ઓફર ગ્રાહકોને આપી છે. રાજકોટમાં પ્રથમ નોરતે RTOમાં 407 વાહનોનું રજીસ્ટ્રેશન થયું છે જેમાં 229 ટુ વ્હીલર તો 109 ફોર વ્હીલ છે. ટુ વ્હીલરમાં એવરેજ રૂ.10,000, નાની કારમાં રૂ.80000 થી લઈને રૂ.1.30 લાખ તો મોટી કારના ભાવમાં રૂ.45000 થી લઈને રૂ.1.10 લાખનો ઘટાડો થયો છે. જેથી નવરાત્રિથી લઈ અને દિવાળી સુધી વાહનોની રેકોર્ડ બ્રેક ખરીદી થશે. રાજકોટમાં નવરાત્રિમાં ટુ વ્હીલરની ખરીદી 8000 થી વધી 12,000 થશે તો ફોર વ્હીલરનું વેચાણ 2000થી વધી 3000 થઈ જાય તેવી શક્યતા છે.
વાહનો કેટલું વેચાણ
ટુ વ્હીલર 229
ફોર વ્હીલ 109
ટ્રેક્ટર 01
થ્રી વ્હીલર (પેસેન્જર) 34
ગુડ્ઝ કેરિયર 13
કેબ 3
કુલ 407