દિલ્હી-યુપી-કોટડાસાંગાણીમાં એટીએમ તોડી ચોરી કર્યાની કબૂલાત
ક્યારેક એટીએમ કાર્ડ બદલાવીને ચિટીંગ કરતો : બે સાગરીતની શોધખોળ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના નાનામવા મેઈન રોડ પર સિલ્વર હાઈટ્સ સામે ખાનગી બેન્કના એટીએમ સેન્ટર બહાર શંકાસ્પદ હાલતમાં ચક્કર લગાવતા આશિષસિંહ કૃષ્ણપ્રતાપસિંહ ચૌહાણ ઉ.27ને માલવિયાનગર પોલીસે ઝડપી લઈને એટીએમ ચીટીંગના બે ગુનાના ભેદ ઉકેલી નાખ્યા છે.
- Advertisement -
માલવીયાનગર પીઆઇ જીગ્નેશ દેસાઈ, પીએસઆઈ એમ જે ધાંધલ સહિતની પ્રાથમિક પૂછપરછમાં એવી કબૂલાત આપી હતી કે 15 દિવસ પહેલા મવડી રોડ પર ઇન્દ્રપ્રસ્થ હોલ પાસે બેન્કના એટીએમ મશીનમાં પૈસા નીકળે એ જગ્યાએ પ્લાસ્ટિકની પટ્ટી લગાવીને એક ગ્રાહકના 1500 તફડાવ્યા હતા. જ્યારે ગત એપ્રિલ મહિનામાં બાલાજી હોલ પાસે એક વૃધ્ધને મદદના બહાને એટીએમ કાર્ડ બદલાવીને 2.50 લાખ તફડાવ્યા હતા આ પહેલા 2021માં કોટડા સાંગાણી વિસ્તારમાં પણ એટીએમ ચીટીંગ કર્યું હતું જ્યારે ગત જાન્યુઆરી મહિનામાં રૈયા ચોકડી પાસે મિત્ર કુલદિપસીંગ સાથે મળીને એટીએમમાં પટ્ટી લગાડી 15 હજાર તફડાવ્યા હતા 2019-20માં દિલ્હીમાં મિત્ર કુલદિપસીંગ અને સંજય યાદવ સાથે મળીને 8 એટીએમ તોડી 7 લાખની ચોરી કરી હતી. જ્યારે 2021થી 2025 દરમિયાન દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં 25 જેટલા એટીએમ મશીનમાં પટ્ટી લગાડીને 50 હજાર ચોરી લીધાની કબૂલાત આપતા પોલીસે ધરપકડ કરી અન્ય બે સાગરીતોની શોધખોળ હાથ ધરી છે.