દર વર્ષની જેમ આ વર્ષે પણ સુપ્રસિદ્ધ સિંગર રાહુલ મહેતા, અપેક્ષાબેન પંડ્યા અને તેજસ શિશાંગીયા પોતાના સૂર-તાલના સથવારે ખેલૈયાઓને ડોલાવશે
છેલ્લા 25 વર્ષના કિંગ ક્વીનનું ખાસ સન્માન કરાશે: ફાયર શો, આતશબાજી, આર્ટિસ્ટ પર્ફોમન્સ ખૈલેયાનું મન મોહી લેશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
નવરાત્રિને હવે માત્ર ગણતરીની કલાકો બાકી રહી છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ‘સહિયર રાસોત્સવ’નું ભવ્ય આયોજન સોમવારથી શહેરના હાર્દ સમાન રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. સહિયર ક્લબ માટે 2025નું વર્ષ ખાસ બની રહેવાનું છે. સતત 24 વર્ષ સફળતા પૂર્વક, નિર્વિવાદ, સાતત્ય પૂર્વક રાજકોટને એક મર્યાદાસભર રાસોત્સવ આયોજન આપી સહિયર ક્લબ આ વર્ષે 25માં વર્ષમાં પ્રવેશ કરી સિલ્વર જ્યુબિલી વર્ષ ઉજવવા જઈ રહ્યું છે. ત્યારે સતત 24 વર્ષથી ‘સહિયર રાસોત્સવ’નું આયોજન કરવામાં આવે છે અને આ વર્ષે 25માં વર્ષે ખૈલેયાઓ માટે નવે નવ નોરતા નવું નજરાણું જોવા મળશે. ખાસ તો આ વર્ષે સહિયર રાસોત્સવમાં માતાજીની સ્થાપના પાલખી યાત્રા યોજી કરવામાં આવશે. આ ઉપરાંત છેલ્લા 25 વર્ષના કિંગ અને કવીનનું વિશેષ સન્માન કરવામાં આવશે. ફાયર શો, આતશબાજી, આર્ટિસ્ટ પર્ફોમન્સ ખૈલેયાનું મન મોહી લેશે.આગામી તા.22મીથી સતત 10 દિવસ સાંજ પડતાંની સાથે જ રેસકોર્સ ગ્રાઉન્ડમાં રાસોત્સવનો સૂર્યોદય થશે. રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ‘સહિયર રાસોત્સવ’ની તૈયારીઓને આખરીઓપ આપી દેવામાં આવ્યો છે. જેમ જેમ નવરાત્રિ નજીક આવતી જાય છે તેમ તેમ રંગીલા રાજકોટના ખેલૈયાઓ રાસ-ગરબાની રમઝટ બોલાવવા થનગની રહ્યા છે ત્યારે સતત 24 વર્ષથી ‘સહિયર રાસોત્સવ’નું આયોજન કરવામાં આવે છે અને આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ‘સહિયર રાસોત્સવ’ હરહંમેશ કંઈક ને કંઈક નવું આપવા તત્પર છે ત્યારે આ વર્ષે પણ વિશાળ ગ્રાઉન્ડમાં ખ્યાતનામ કલાકારો રાસની રમઝટમાં ખેલૈયાઓને ઓળઘોળ કરશે. ‘સહિયર’માં આ વર્ષે પણ દર વર્ષની જેમ સુપ્રસિદ્ધ ગાયક કલાકારો રાહુલ મહેતા, અપેક્ષાબેન પંડ્યા અને તેજસ શિશાંગીયા પોતાના સૂર-તાલના સથવારે ખેલૈયાઓને ડોલાવશે. સહિયર ક્લબની સફળતા અને લોકોનો પ્રેમ હંમેશા આયોજનની વિશેષતાઓ માટે રહ્યો છે. રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ પર રાસોત્સવ માટે મોકળાશથી રમી શકાય તેવો વિશાળ પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે. ખેલૈયાઓની સુવિધા માટે રાસોત્સવના ગ્રાઉન્ડમાં મેડિકલની સુવિધા, એક એમ્બ્યુલન્સ, બે ડોકટર તેમજ નર્સિંગ સ્ટાફ હાજર રહેશે.એલઇડી લાઇટીંગ વ્યવસ્થા દ્વારા સમગ્ર ગ્રાઉન્ડ ઝળહળી ઉઠશે. સહિયર ક્લબમાં અર્વાચીન ડાંડીયા રાસમાં દર વર્ષે સિક્યોરિટી લાજવાબ હોય છે. બાઉન્સરો દ્વારા સિક્યોરિટીની ચુસ્ત વ્યવસ્થા જાળવવામાં આવશે. બાઉન્સરો દ્વારા મેટલ ડીટેક્ટરથી ખૈલેયાઓને અને પ્રેક્ષકોને ચેક કર્યા બાદ જ ગ્રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવશે. સમગ્ર ગ્રાઉન્ડમાં ડિજિટલ કેમેરા દ્વારા લોકો પર બાજ નજર રાખવામાં આવશે. સહિયર ક્લબ દ્વારા તૈયાર કરવામાં આવેલ આ ગ્રાઉન્ડમાં અંદાજે 7 હજાર જેટલા લોકો મોકળાશથી રાસ-ગરબાની રમઝટ માણી શકશે. સહિયર ક્લબના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ ખેલૈયાઓ પરંપરાગત પરિધાન સાથે રસોસ્તવમાં જોડાવા ખાસ અપીલ કરી છે. આ રાસોત્સવને સફળ બનાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ ટિમ ચંદુભાઇ પરમાર, કૃષ્ણસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, વિજયસિંહ ઝાલા, ધૈર્ય પારેખ, કૃષ્ણપાલસિંહ વાળા, પ્રકાશ કણસાગરા, જયદીપ રેણુકા જહેમત ઉઠાવી રહ્યા છે.પાસ માટે સહિયર ક્લબ, 312, સિલ્વર ચેમ્બર, ટાગોર રોડ, અતુલ મોટર્સ ની સામે, રાજકોટ.મોબાઈલ : 89800 21321 પર સંપર્ક કરવો.
સહિયર રાસોત્સવની 25 વર્ષની સફળગાથા
વીતેલા સમય ના કેલેન્ડર માં જોઈએ તો પી. ડી. માલવિયા કોલેજ સામે ના પટાંગણ માં રજવાડી નામ થી શરૂ થયેલ સહિયર ક્લબ નું સુકાન સુરેન્દ્રસિંહ વાળા દ્વારા વાઈસ પ્રેસિડેન્ટ તરીકે સફળ રહ્યા બાદ દર વર્ષે ખેલૈયાઓને પ્રિય કલાકારો અને વાદકો ને મંચ ગજાવવા નિમંત્રિત કરાતા સૌરાષ્ટ્ર ના શ્રેષ્ઠ ગાયકો અને આયોજન માટેની ચીવટ અને કાળજી તથા સિક્યોરેટી ના કારણે સહિયર લોક હૃદય માં સ્થાન પામવામાં સફળ રહ્યું છે. પ્રત્યેક વર્ષ કઈક શીખવી જાય એ શીખતા શીખતા દર વર્ષે નાવિન્યસભર ફેરફારો લાવવામાં આવ્યા.ડોમ ના બદલે હાઇટેક ટ્રસ લાઈટિંગ, ડેસ્કટોપ સાઉન્ડના બદલે લાઇન એરે, સીમિતના બદલે વિશાળ ગ્રાઉંડ, કાંકરા ને ધૂળ પર રમતા ખેલૈયાઓની વ્યથા સમજી ગ્રાઉંડ ફ્લોરિંગ શરૂ કરવામા આવ્યું.નવા આયોજનો માટે સહિયર હંમેશા પ્રેરણા દાયક અને અનુસરણીય બની રહ્યુ છે. વર્ષ 2015 માં વિશ્વવિખ્યાત કિર્તીદાન ગઢવીને સહિયર માં બૂક કરવાનું સાહસ પછી જ્યારે આવા લોકભોગ્ય ગાયક 2016 માં ના હોય તો પણ સહિયર ક્યારેય ખેલૈયાઓને નિરાશ નથી થવા દીધા. કોરોના લોકડાઉન સમયે પણ જ્યારે જાહેર કાર્યક્રમો બંધ હતા ત્યારે ઓનલાઈન નવરાત્રી કરી. ગાયકો, વાદકો, ટેકનિશિયન તમામ ને પુરસ્કાર આપી ને આયોજકો એ ઉદાહરણ પુરુ પાડયું કે નવરાત્રી કમાવા નો તહેવાર નથી.. કારણ કે સતત બે વર્ષ ઓનલાઇન સહિયર રાસોત્સવ આયોજકો એ સ્વખર્ચે કોઈ સ્પોન્સરશીપ વિના કરી બતાવ્યો હતો.
- Advertisement -