ખેડૂત આગેવાન રામકુભાઈ કરપડા દ્વારા સાકર પાસે સરવેની કામગીરી માટે માંગ કરી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.19
રાજ્યમાં પડેલા ભારે વરસાદને લીધે કેટલાક વિસ્તારો પ્રભાવિત થયા હતા આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદને લીધે મોટાભાગે પાકને નુકશાની થઈ છે જેમાં ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસ, મગફળી અને જુવાર સહિતના ઊભા પાકોને વરસાદ અને ભારે પવનના લીધે મોટી નુકશાની જોવા મળી છે. વરસાદને લીધે ખેતરોમાં હજુય પાણી સુકાયા નથી તેવામાં આ વર્ષે પણ ખેડૂતોને થયેલ પાક નુકશાની અંગે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂત આગેવાન રામકુભાઈ કરપડા દ્વારા સરકાર પાસે પાક નુકશાની વળતર આપવા માં કરી છે.
- Advertisement -
રામકુભાઈ દ્વારા જણાવ્યું હતું કે ” સુરેન્દ્રનગર જિલ્લા સહિત રાજ્યભરમાં કેટલાક વિસ્તારોમાં થયેલા વરસાદને લીધે ખેડૂતોની દશા દુર્દશામાં ફેરવાઈ છે જેના લીધે કપાસ, જુવાર અને મગફળી જેવા પાકો ખેડૂતોને તૈયાર થઈ ચૂક્યા હતા ત્યાં વરસાદ ત્રાટકતા હવે ખેડૂતોના મોઢામાં આવેલો કોળીયો છીનવાયો છે ત્યારે આ પ્રકારની સ્થિતિમાં ખેડૂતોને માત્ર એક સરકારી સહાય પર આશા છે જેને લઇ આ વર્ષે થયેલા વરસાદના લીધે પાક નુકશાનનું સર્વે હાથ ધરી ખેડૂતોને વળતર અપાય તેવી માંગ કરી છે.



