ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
દેશમાં સાયબર ક્રાઈમના બનાવોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે હવે સાયબર ગઠિયાઓ મોટા અધિકારી અને નેતાઓના નામે સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવી બાદમાં એકાઉન્ટ સાથે જોડાયેલા સ્વજનો પાસે રૂપિયાની માંગણી કરી ફ્રોડ કરતા હોય છે તે પ્રકારે સાયબર ગઠિયા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના નામથી એકાઉન્ટ બનાવ્યું સામે આવ્યું છે. જોકે આ અંગેની માહિતી જિલ્લા પોલીસ વડાને થતા જ તેઓ દ્વારા પોતે ફેક એકાઉન્ટ હોવાનું જાહેર કરી સાયબર ક્રાઈમ અંગેની કાર્યવાહી હાથ ધરી હતી.
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાનું ફેક એકાઉન્ટ સામે આવ્યું: SPનો ખુલાસો



