બાવળી ગામના બસ સ્ટેન્ડથી સ્મશાનના રોડ તરફ ખુલ્લેઆમ ચાલતો વૉશ પ્લાન્ટ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.18
સુરેન્દ્રનગર જિલ્લો ખનિજ માફીયાઓ માટે સ્વર્ગ સમાન ગણવામાં આવે છે ત્યારે અહીં ખનિજ ચોરી કરતા ખનિજ માફિયાઓને તંત્રની એટલી રાહત મળે છે કે ખનિજ માફીયાઓ સામે લેખિત રજૂઆતો થવા છતાંય પણ તંત્રના અધિકારીઓ અહીં ડોકાતા નથી. જેના લીધે જ ખનિજ માફિયાઓને મોકલું મેદાન મળી જાય છે ત્યારે હાલમાં જ સુરેન્દ્રનગર જિલ્લાના રાવળીયાવદર ગામના સ્થાનિકો દ્વારા પોતાના ગામમાં વર્ષોથી ચાલતા રેતીના ખનન મુદ્દે ચેક મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ હતી જે બાદ હવે ધ્રાંગધ્રા તાલુકાના બાવળી ગામે પણ ચાલતા વોશ પ્લાન્ટ અંગે ગ્રામજનોએ રજૂઆત કરી છે. જાણવા મળતી વિગતો અનુસાર બાવળી ગામના બસ સ્ટેન્ડથી સ્મશાન તરફ જવાના રોડ પર ખુલ્લેઆમ ચાલતા રેતીના ગેરકાયદેસર વોશ પ્લાન્ટમાં નારીચાણા ગામના ખનિજ માફિયા દ્વારા ગેરકાયદેસર રેતી ખનન કરી દશતવ ાહફક્ષિં ચલાવાય છે અહીં હાલમાં જ નિર્માણ થયેલ રોડ વોશ પ્લાન્ટમાં રેતી ભરવા આવતા ભારે વાહનોથી રોડ ભાંગી પડ્યો હતો જેના લીધે ગ્રામજનો દ્વારા ખનિજ માફિયાઓને ભારે વાહન નહીં લઈ જવા જણાવ્યું હતું પરંતુ ખનિજ માફીયાઓ દ્વારા ઉલટાના ગ્રામજનો સાથે માથાકુટ કરી દાદાગીરી કરતા હોવાનું જાણવા મળ્યું છે જેને લઇ હવે ગેરકાયદેસર ચાલતા રેતીના વોશ પ્લાન્ટ પર કાર્યવાહી કરવા ગ્રામજનો દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા તૈયારી દર્શાવી છે.