ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટની એક જાણીતી હોટેલના અશ્લિલ ડાન્સ અંગે ઈમ્પિરીયલ પેલેસના મેનેજર રાહુલ રાવે જણાવ્યું હતું કે પંચતારક હોટેલોને હોટેલની રીતે જોવી જોઈએ. અહીં રૂમની અંદર શું ચાલે છે એ જોવાનું અમારૂ કામ નથી. આ મંદિર નથી કે લોકો અહીં પૂજા કરવા આવે.
મેનેજર હદ વટાવતા જણાવ્યું હતું કે આમાં કશું અશ્લિલ નથી! આ વીડિયો સાચો હોય તો અમે પૂરી વિગતો આપવા તૈયાર છીએ, વીડિયો કઈ તારીખે ઉતર્યો છે અથવા તો મોર્ફ થયેલો છે તે પણ જોવાનું રહે છે. તપાસ પછી જ બધું બહાર આવશે.