ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.17
રેડ દરમિયાન દરોડામાં શંકાસ્પદ દસ્તાવેજો પણ મળી આવ્યા છે અને 45થી વધુ સ્થળો પર ઈંઝનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે, આ સર્ચ ઓપરેશન હજુ બે દિવસ ચાલે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે, અમદાવાદ, સુરત, વડોદરાના અધિકારીઓ સર્ચ કરી રહ્યાં છે. આ રેડ દરમિયાન કરોડોના બેનામી વ્યવહાર મળી આવે તેવી શકયતાઓ સેવાઈ રહી છે. નવરાત્રી-દિવાળીના તહેવાર ટાંણે જ મોરબીમાં સિરામીક-બિલ્ડર સહિત 40 સ્થળો અને રાજકોટમાં ડિલર-કોટનના વેપારી સહિત 7 સ્થળો મળી કુલ 47 જગ્યાએ આજે વ્હેલી સવારથી ઈન્કમટેક્ષ વિભાગના કાફલાએ દરોડા પાડતા વેપારી આલમમાં ખળભળાટ મચી ગયો છે. મોડી સાંજ સુધી ચાલેલી તપાસમાં ઈન્કમટેક્ષ વિભાગને પ્રથમ દિવસે જ અનેક જગ્યાએથી ઢગલાબંધ સાહિત્ય અને કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો મળી આવતા મોટી કરચોરી ખૂલવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.
રાજકોટમાં સિરામીકના ડિલર સહિત સાત સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી છે
- Advertisement -
સિરામિક નગરી મોરબીમાં લાંબા સમય બાદ ઈન્કમટેક્સના દરોડા પડયા હતા. વહેલી પરોઢે જ ઈન્કમટેક્સ દ્વારા શરૂ કરવામાં આવેલ મેગા ઓપરેશનમાં 150થી વધુ અધિકારીઓ જોડાયા છે. મોરબીના જાણીતા લીવા, લેવિસ, મેટ્રો સિરામિક ગ્રુપ તેમજ ઈડન હિલ ગ્રુપ સહિતના ઉદ્યોગપતિ ઉપરાંત જમીન મકાનના ધંધાર્થી તેમજ બિલ્ડર અને અન્ય મોટા માથાને ત્યાં 40 જેટલા સ્થળોએ અને રાજકોટમાં સિરામીકના ડિલર સહિત સાત સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી છે.
જમીન મકાનના ધંધાર્થીઓનેં મળી કુલ 40 સ્થળોએ તપાસ ચાલું
મોરબીના જાણીતા લીવા, લેવીસ સિરામિક ગ્રુપ, ઈડન હિલ ગ્રુપ, મેટ્રો ગ્રુપને ત્યાં તેમજ બિલ્ડરો અને તેમની સાથે જોડાયેલી આંગડીયા પેઢીને ત્યાં રાજકોટ, અમદાવાદ અને સુરત સહિતની ઈન્કમટેક્સની ટીમોએ વહેલી પરોઢે દરોડા પાડયા છે. ઈન્કમટેક્સના આ દરોડામા અન્ય બિલ્ડર તેમજ જમીન મકાનના ધંધાર્થીઓને ત્યાં મળી કુલ 40 સ્થળોએ તપાસ ચાલુ હોવાનું અને 150 જેટલા અધિકારીઓ દ્વારા સર્ચ શરૂ કરવામાં આવ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે
- Advertisement -