ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.16
મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પૂર્વે કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સનાળા રોડ પર આવેલી સંસ્કાર બ્લડ બેંકમાં યોજાયેલા આ કેમ્પમાં શિક્ષકો સહિત સરકારી કર્મચારીઓએ રક્તદાન કર્યું હતું.
સમગ્ર ગુજરાતમાં વર્લ્ડ રેકોર્ડ બનાવવાના પ્રયાસ રૂૂપે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારાના ધારાસભ્ય દુલભજીભાઈ દેથરીયા અને માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા ઉપસ્થિત રહ્યા હતા.
મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, માજી પ્રમુખ રાઘવજીભાઈ ગડારા પણ કાર્યક્રમમાં જોડાયા હતા. જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઈ હુંબલ અને માધ્યમિક શિક્ષક સંઘના અગ્રણી ભગવાનજીભાઈ કુંભારવાડીયા સહિત મોટી સંખ્યામાં કર્મચારીઓએ હાજરી આપી હતી.
વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત મોરબીના જોધપર ગામ પાસે દસ લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજરી આપશે.