5025માંથી 2583 પરીક્ષાર્થીએ આપી પરીક્ષા
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા રવિવારે રેવન્યુ તલાટી વર્ગ-3ની પરીક્ષા યોજાઈ હતી. મોરબી જિલ્લામાં કુલ 5025 પરીક્ષાર્થી નોંધાયેલા હતા, પરંતુ તેમાં માત્ર 2583એ હાજરી આપી હતી. આમ હાજરીનો ટકા 51.41 રહ્યો હતો જ્યારે 2441 પરીક્ષાર્થી ગેરહાજર રહ્યા હતા. જિલ્લામાં કુલ 18 અલગ-અલગ સેન્ટરોમાં પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થઈ હતી.
- Advertisement -
આ પરીક્ષામાં મોટાભાગના પરીક્ષાર્થીઓ કચ્છ જિલ્લામાંથી આવ્યા હતા. નવા બસ સ્ટેશન પર પહોંચેલા કચ્છના ત્રણ દિવ્યાંગ પરીક્ષાર્થીઓનું પરીક્ષા કેન્દ્ર સાર્થક સ્કૂલમાં હતું. સમય ઓછો હોવાને કારણે ટ્રાફિક પોલીસની ટીમે તાત્કાલિક પોતાની જિપમાં બેસાડી તેમને સુરક્ષિત રીતે કેન્દ્ર સુધી પહોંચાડ્યા હતા. આવા જ કેટલાક અન્ય પરિસ્થિતિમાં પણ પોલીસ મદદરૂપ બની હતી.
મોરબી જિલ્લામાં તલાટી પરીક્ષા દરમ્યાન પ્રશાસન અને પોલીસના સહકારથી પરીક્ષા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે યોજાઈ હોવાનો અનુભવ પરીક્ષાર્થીઓએ વ્યક્ત કર્યો હતો.