મહેશ પુરોહિત
2004થી 2014નું શાસન ભારતીય ઇતિહાસનો કાળો અધ્યાય છે. આર્થિક બાબતમાં તો તેને ‘મૃત દશકો’ કહેવામાં આવે છે. હાલમાં અન્ય દેશોમાં પ્રજાએ જે કારણોસર વિદ્રોહ કર્યો છે, તેના કરતાં 100 ઘણી હાલત આપણે ત્યાં ખરાબ હતી. કોઈ એક દિવસ એવો ન હોય કે ઘોટાળો બહાર ન આવે, કોઈ એક દિવસ એવો ન હોય કે ભારત ભરમાં ક્યાંક આંતકી પ્રવૃત્તિ ન થઇ હોય, કોઈ એક તહેવાર એવો ન હોય કે બોમ્બ ન ફૂટ્યા હોય.
હદ તો એ હતી કે કોઈ એવી ક્ષણ ન હોય કે હિંદુ ધર્મને બદનામ કરવા માટે નિવેદન ન આપવામાં આવ્યું હોય. વાત આર્થિક હોય, રાજકીય હોય, સાંસ્કૃતિક હોય કે સામાજિક પ્રત્યેક સ્તરે સંપૂર્ણ નિષ્ફળ સરકાર 10 વર્ષ ચાલી એ પણ રિમોટ દ્વારા. અને મુસ્લિમ તૃષ્ટિકરણની તમામ હદો પાર કરવામાં આવી હતી. (એ લખવા જઈએ તો હજારો પાનાં ઓછા પડે) આટ આટલુ થાય છતાં કોઈ વિદ્રોહ નહીં, ન પાર્લામેન્ટ પર ચડાઈ, ન કોઈ નેતા પર હુમલો, ન કોઈ તેના પરિવાર પર હુમલો! સિમ્પલ 2014 આવ્યું, પ્રજાને મોદી સાહેબ સ્વરૂપે વિકલ્પ મળ્યો અને આપી દીધી પ્રચંડ બહુમત. કારણ કે 30 વર્ષથી દેશમાં ગઠબંધનની સરકાર હતી. પ્રજા જોઈ રહી હતી કે આ તકલીફોનાં કેન્દ્રમાં ગઠબંધનની સરકાર છે. તો મોદી સાહેબને 2-2 ટર્મ પૂર્ણ બહુમતી આપી. ત્રીજી ટર્મમાં એનડીએને પૂર્ણ બહુમત આપી. મતલબ, હાલમાં જે પણ આસપાસનાં દેશોમાં થઇ રહ્યું છે, તે જ વસ્તુ ભારતની જનતા 2014 માં ઓલરેડી કરી ચુકી છે. હવે તો ભારત ફૂલ સ્પીડમાં આગળ વધી રહ્યો છે. પ્રજા સંતુષ્ટ છે, હજુ પણ 100% સંતુષ્ટ નહીં જ હોય અને લોકશાહીમાં ક્યારેય 100% સંતુષ્ટિ હોવી પણ ન જોઈએ. પણ વર્તમાનમાં આવેલેબલ બેસ્ટ મોદી સાહેબ અને ભાજપ જ છે.
આપણો દેશ 1947માં આઝાદ થયો અને 1952માં પ્રથમ ચૂંટણી થઇ, ત્યારથી લઈને હમણાં સુધી એકવાર પણ પ્રજા દ્વારા કોઈ વિદ્રોહ કરવામાં આવ્યો નથી, ઇન્દિરા ગાંધીએ પોતાનાં રાજકીય સ્વાર્થ માટે કટોકટી લગાવી છતાં પણ પ્રજાએ વિદ્રોહ કરવાના બદલે મતદાન કરીને જવાબ આપ્યો અને બેનને ઘેર ભેગા કરેલા…
- Advertisement -
મોદી સાહેબ પર દેશના લોકોનો કેટલો ભરોસો છે તેનું એક નાનકડું ઉદાહરણ, કોરોનાએ દેશમાં એન્ટ્રી કરી મૂકી હતી અને મોદી સાહેબે ‘જનતા લોકડાઉન‘ જાહેર કર્યું. 140 કરોડનો દેશ અને પોતાનો નેતા જાહેરાત કરે અને 140 કરોડ લોકો ઘરમાં પુરાઈ જાય? વૈશ્વિક ઇતિહાસમાં તમને આવું અદ્ભૂત ઉદાહરણ કોઈ જગ્યાએ જોવા નહીં મળે. આ છે ભારતની જનતાનો મેચ્યોરિટી અને એક નેતા પરના વિશ્વાસનું ઉદાહરણ.
તમને ખબર છે? એશીયામાં ભારત અને જાપાન સિવાય કોઈ દેશમાં સંપૂર્ણ લોકશાહી નથી. આ બે દેશ સિવાય બધે જ રાજાશાહી, કોમ્યુનિસ્ટ શાસન, શામ્યવાદી શાસન અથવા પાકિસ્તાન જેવી અર્ધ લોકશાહી છે. જ્યાં કહેવાતી લોકશાહી છે ત્યાં કોઈ સરકાર પાંચ વર્ષ પુરા થઇ શકતા નથી. ક્યાંક પ્રજા વિદ્રોહ કરે છે તો ક્યાંક સેના પોતાના હાથમાં સત્તા લે છે તો ક્યાંક વૈશ્વિક શક્તિઓનો હસ્ત ક્ષેપ છે. આ બધા વચ્ચે આપણે અડીખમ છીએ.
આપણી પ્રજાની મેચ્યોરીરીનું વધુ એક ઉદાહરણ આપું! આપણે આઝાદ થયા ત્યારે વિનસ્ટલ ચાચીંલે એક નિવેદન આપેલું કે ભારત ભલે આઝાદ થાય પણ આગળ જતા ગણી નહીં શકો એટલા ટુકડામાં ભષા અને પ્રાંતવાદનાં નામે વહેંચાઈને તૂટી જશે. આજે 76 વર્ષ બાદ પણ આપણે અડીખમ છીએ. એની પાછળ આપણી 5,000 વર્ષ જૂની સંસ્કૃતિ છે. આપણાં ઉગઅમાં લોકશાહી છે. જે દેશમાં હાલમાં અરાજકતા છે, તે તમામ દેશના સંવિધાન ખુબ રૂપાળા છે પણ પ્રજા? આમ દેશની એકતા બચાવવામાં મૂળ આપણો ઉગઅ કામ કરે છે. આપણે હંમેશા આપણાં પર રાજ કરવાવાળાઓને પણ સહજતાથી સ્વીકાર્યા છે. મિનેન્ડર જેવા રાજા આપણને લૂંટવા આવ્યા હતા અને આપણી પ્રજાનો પ્રેમ જોઈને પોતાનું નામ મિલિન્દ કરીને આજીવન અહીંયા જ રહ્યા. કારણ કે આપણે સહજ સ્વીકાર કરીએ છીએ.
યહૂદીઓ હોય કે પારસીઓ હોય આખી દુનિયામાં પ્રતાડના સહન કરવાવાળા લોકો આપણે ત્યાં ફુલ્યા ફાલ્યા છે. તમને એક વાતની સંપૂર્ણ નવાઈ લાગશે છે. ભારત એક માત્ર દેશ એવો છે જ્યાં ઇસ્લામનાં 72-72 ફીરકા એક સાથે રહે છે. ઇસ્લામિક દેશમાં પણ આ તમામ લોકો સાથે રહેતા નથી અને રહી શકતા નથી.
ગાંધીજીને અન્ય બાબતમાં ગમે તેટલી ગાળો આપો અને હું પણ ઘણા મુદ્દે વિરોધ કરું જ છું પણ તેમની એક વાત તમે કોઈ દિવસ ઇગ્નોર ન કરી શકો કે આઝાદી અહિંસાનાં માર્ગે આવવી જોઈએ. જો હિંસાનાં માર્ગે આઝાદી આવે તો ફક્ત માસ્ટર બદલાય છે, આવનાર સત્તા ધારી લોકો હિંસા જ કરશે ભલે એ તમારા જ લોકો હોય. રશિયા સહીતનાં દેશો એનું ઉદાહરણ છે.
પણ, ગાંધી ભારતમાં જ જન્મી શકે, તે જર્મનીમાં હિટલરની સામે જન્મી ન શકે, કારણ કે સારા પાક માટે જમીન ફળદ્રુપ હોવી જોઈએ! આમ ભારત મહાનુભાવો જન્મે તેના માટેની ફળદ્રુપ જમીન છે. કારણ કે સત્ય અને અહિંસાનાં પાઠ ગાંધીને આપણાં શાસ્ત્રોમાંથી જ મળ્યા હતા નહીં કે કોઈ વિદેશી ગ્રંથમાંથી.
અહીંયા ઘણા લોકોને જોયા છે જે પશ્ચિમથી ખુબ પ્રભાવિત હોય છે. પણ એ લોકોએ આ પશ્ચિમી દેશોનો છેલ્લા 60-70 વર્ષનો ઇતિહાસ જોયો હશે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ લોકોએ અંદર અંદર જેટલું લોહી વ્હાવ્યું છે એટલું કોઈએ નહીં વ્હાવ્યું હોય. હાલમાં એ લોકો થોડા ઘણી કથિત માનવતાવાદી સ્થિતિમાં છે, તે એટલા માટે નથી કે એ લોકોનાં મૂળમાં શાંતિનો મંત્ર હોય. પણ એટલા માટે કે એક બીજાને મારી કાપીને થાક્યા બાદ શાંત થયા છે. 50 વર્ષ પછી જેવો આ મારવા કાપવાનો થાક ઉતરશે એટલે પછી પાછા માર કાપ ચાલુ કરશે.
આ બધી ચર્ચા એટલા માટે કરું છું કે ભારતની પ્રજાની મેચ્યોરિટી એ સ્તર પર છે કે તમે કલ્પના પણ નહીં કરી શકો, આપણે મોંઘલોનાં શાસનમાં જીવ્યા, આપણે કંપની શાસન પણ જોયું, અંગ્રેજ શાસન પણ જોયું અને હાલમાં લોકતંત્ર પણ જોઈએ છીએ. મતલબ શાસન વ્યવસ્થાની તમામ ફોર્મેટમાં આપણે શાંતિથી રહી શકીએ છીએ તેનો આપણો હજારો વર્ષનો ઇતિહાસ છે.
જો કોઈએ સત્તા પરિવર્તનની ખંજવાળ હોય તો જાઓ અને વર્તમાન શાસન વ્યવસ્થા અનુસાર લડાઈ લડો, અરાજકતાથી અહીંયા કોઈ દિવસ પરિવર્તન આવવાનું નથી નથી અને નથી જ…
નોટ: ભારત દેશની મેચ્યોરિટી માટે સનાતન ધર્મનાં મૂળિયાં મુખ્ય આધાર છે.