વરસાદી પાણીના નિકાલ માટે ગેરકાયદે કનેક્શન લેતા કોમ્પ્લેક્સ શીલ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.12
મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ ગેરકાયદે બાંધકામ, ફાયર એનઓસી સહિતના નિયમો વધુ કડક કરવામાં આવ્યા છે અને નિયમોનો ભંગ કરનાર કોમ્પ્લેક્ષ સીલ કરવામાં આવી રહયા છે જેમાં આજે વરસાદી પાણીના નિકાલ માટે જીઆઈડીસી નાકે આવેલ કોમ્પ્લેક્ષમાં બિલ્ડર દ્વારા ગેરકાયદે કનેક્શન લેવામાં આવતા આજે બિલ્ડીંગ સીલ મારવામાં આવ્યું હતું.
- Advertisement -
મોરબી ૠઈંઉઈ નાકે આવેલ મીડવે એમ્પાયર બિલ્ડીંગ આજે મહાનગરપાલિકાના કમિશ્નર સ્વપ્નીલ ખરે અને ડેપ્યુટી કમિશ્નર સંજય સોની દ્વારા આજે સીલ મારવામાં આવ્યું હતું વરસાદી પાણીના નિકાલમાં બિલ્ડરે મંજુરી વગર જોડાણ લીધું હોવાથી બિલ્ડીંગ સીલ કરવામાં આવ્યું હતું મંજુરી વિના જોડાણ લેતા શનાળા રોડ પર વરસાદી પાણી અને ડ્રેનેજ વોટર ભરાવવાનો પ્રશ્ન રહેતો હોવાથી મહાપાલિકા તંત્રએ આજે કાર્યવાહી કરી હતી જે અંગે મ્યુનીસીપલ કમિશ્નર સ્વપ્નીલ ખરેએ જણાવ્યું હતું કે શનાળા રોડ ડ્રેનેજ માટે બીલ્ડરે મંજુરી વિના જોડાણ લીધું હતું જેથી શનાળા રોડ પર પાણી નિકાલ થતું ના હોવાથી ગટરના પાણી અને વરસાદી પાણીની સમસ્યા સર્જાય છે ભૂતકાળમાં બિલ્ડરને તા. 17 જુલાઈના રોજ નોટીસ આપવામાં આવી હતી અને નાગરિકોની સુખાકારીને ધ્યાને લઈને આજે બિલ્ડીંગ સીલ કરવામાં આવ્યું છે તે ઉપરાંત વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે જીપીએમસી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે તેમ કમિશ્નરે જણાવ્યું હતું
જે મામલે બિલ્ડર ગૌરવ કાસુન્દ્રાએ જણાવ્યું હતું કે કોમ્પ્લેક્ષમાં 168 દુકાનો આવેલી છે જેને શીલ મારવામાં આવ્યું છે પાણી નિકાલ માટે લેખિત અરજી તંત્રને કરી હતી પરંતુ સોલ્યુશન થયું નથી આજે અધિકારીઓએ વિઝીટમાં આવી શીલ મારવાની વાત કરી હતી જે અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી પાણી નિકાલનો કાયમી ઉકેલ આવે તેવી કાર્યવાહી કરવા જણાવ્યું હ્ચે અને આગળ લાઈન જાય છે તેમાં કનેક્શન આપી પ્રશ્નનો કાયમી ઉકેલ લાવીશું નવી પાઈપ લાઈન નાખવા અગાઉ તંત્રને જાણ કરી હતી પરંતુ કાર્યવાહી કરવામાં આવી નથી તેમ પણ બિલ્ડરે અંતમાં જણાવ્યું હતું