નેપાળમાં સરકાર વિરોધી હિંસક વિરોધ પ્રદર્શનો વચ્ચે સામૂહિક જેલ તોડફોડ બાદ, ભારતના સશસ્ત્ર સીમા દળ (SSB) એ ભારત-નેપાળ સરહદ પર 35 ભાગી ગયેલા કેદીઓને પકડી પાડ્યા છે. ઉત્તર પ્રદેશમાં બાવીસ, બિહારમાં દસ અને પશ્ચિમ બંગાળમાં ત્રણ કેદીઓને પકડવામાં આવ્યા હતા.
ભારત- નેપાળ સરહદ પર સશસ્ત્ર સીમા દળ (SSB)એ મોટી કાર્યવાહી કરતાં નેપાળની જેલોમાંથી ભાગી ગયેલા 35 કેદીઓને પકડી પાડવામાં આવ્યા છે. આ કેદીઓ નેપાળમાં હાલમાં અશાંતિ અને હિંસા દરમિયાન વિવિધ જેલમાંથી ભાગી ગયા હતા.
- Advertisement -
પકડાયેલા કેદીઓની સંખ્યા હજુ વધી શકે છે
SSB એ ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં આ ફરાર કેદીઓને સરહદ પાર કરવાની કોશિશ કરતાં પકડાયા હતા. અધિકારીઓનું કહેવું છે કે, સીમા પર હાઈએલર્ટ આપવામાં આવી છે અને પકડાયેલા કેદીઓની સંખ્યા હજુ વધી શકે છે. નેપાળમાં બગડેલી પરિસ્થિતિ વચ્ચે ભારતે તેની સરહદ વધુ મજબૂત કરી લીધી છે, જેથી કરીને કોઈ આરોપી ભારતીય સીમામાં પ્રવેશી ન થઈ શકે.
SSB ભાગી ગયેલા કેદીઓને ભારતમાં ધુસતા પહેલા જ પકડ્યા
- Advertisement -
નેપાળ આર્મીને જેલોની આસપાસ તહેનાત કરી દેવામાં આવી છે, પરંતુ પરિસ્થિતિ હજુ પણ તણાવપૂર્ણ છે. આ દરમિયાન ભારત દ્વારા SSBએ પોતાની જવાબદારી સંતોષકારક રીતે નીભાવીને ભાગી ગયેલા કેદીઓને ભારતમાં ધુસતા પહેલા જ પકડી પાડ્યા છે.
ક્યાં ક્યાં કાર્યવાહી કરવામાં આવી?
SSB એ ઉત્તર પ્રદેશમાં 22, બિહારમાં 10 અને પશ્ચિમ બંગાળમાં ત્રણ કેદીઓને પકડ્યા હતા. આ બધા કેદીઓ કોઈ પણ દસ્તાવેજો વિના ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. SSB એ સરહદ પર સતર્કતા વધારી દીધી અને આવતા-જતા દરેક વ્યક્તિની કડક તપાસ શરૂ કરી દીધી છે.
ગુપ્ત માહિતી અને પેટ્રોલિંગ વધુ તીવ્ર કરવામાં આવી છે, જેથી કોઈ ભાગી ગયેલો કેદી ભારતીય સરહદમાં પ્રવેશી ન શકે. બુધવારે, ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લામાં વધુ પાંચ કેદીઓ પકડાયા હતા, જેઓ નેપાળથી ભાગીને ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
ભારતની સતર્કતાએ આ ગુનેગારોના પ્લાનને નિષ્ફળ
પકડાયેલા તમામ કેદીઓને સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યા છે, જ્યાં તેમની ઓળખ અને ગુનાઓની તપાસ કરવામાં આવી રહી છે. SSB ના એક અધિકારીએ જણાવ્યું હતું કે, નેપાળમાં ‘Gen Z’ આંદોલને હિંસક સ્વરુપ ધારણ કર્યું છે. જેના કારણે ત્યાંની જેલોમાં ભાગવું સરળ બન્યું હતું. સુરક્ષા કર્મચારીઓને ધમકી આપીને કેદીઓ જેલમાંથી ભાગી જવામાં સફળ રહ્યા. પરંતુ ભારતની સતર્કતાએ આ ગુનેગારોના પ્લાનને નિષ્ફળ બનાવ્યા.