વેરાવળમાંથી 4 વાહનની અટકાયત કરી રૂ. 3.32 લાખનો દંડ વસૂલાયો,ઊનામાં 3 ચકરડી, 1 જનરેટર મશીન સીઝ
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.10
કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ કચેરીની ટીમ દ્વારા વેરાવળ અને ઉના તાલુકાના વાવરડા ગામે તપાસ કરવામાં આવી હતી. જે તપાસમાં ઉનાના વાવરડા ખાતેથી સ્થળ પરથી 3 ચકરડીઓ તેમજ 1 જનરેટર મશીન સીઝ કરવામાં આવ્યાં હતાં. આ તપાસ દરમિયાન વાવરડા ખાતે સ્થળ પર જોવા મળેલા ગેરકાયદેસર બિનઅધિકૃત લાઈમસ્ટોન ખનીજનુ ખનન/ખોદકામની સર્વેયર દ્વારા માપણી કરવામાં આવી છે. તેમજ 1 ટ્રેક્ટર/ટ્રોલી જેમા આશરે 4 મેટ્રિક ટન બિન અધિકૃત લાઈમસ્ટોન ખનીજ ભર્યું હોવાનું જણાતાં સ્થળ પર જ રૂ. 45,616/-ના દંડની ભરપાઇ કરાવવામાં આવી હતી. આમ, બિન અધિકૃત રીતે ખનન સબબ અટકાયત કરી નિયમો અનુસાર દંડની વસુલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વધુમાં, આ અગાઉ ભૂસ્તરશાસ્ત્રીના સીધા માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ કચેરીની ટીમ દ્વારા સઘન ચેકીંગની કામગીરી હાથ ધરી વેરાવળ તાલુકાના વિસ્તારમાંથી કુલ બિન અધિકૃત રીતે વહન કરતાં 4 વાહનની અટકાયત કરી નિયમો અનુસાર રૂ. 3.32 લાખ જેટલી દંડની વસુલાત હાથધરવામાંઆવીછે.