જૂનાગઢમાં કોંગ્રેસ પ્રક્ષિક્ષણ શિબિરનો પ્રારંભ કરાવતા મલ્લિકાર્જુન ખડગે
રાહુલ ગાંધી પણ આ પ્રક્ષિક્ષણ શિબિરમાં આવવાની શક્યતા
- Advertisement -
ખેડૂતો, મહિલાઓ, વોટ ચોરી, અને શિક્ષિત બેરોજગારી મુદ્દે ચર્ચા-વિચારણા કરાઇ
આગામી ચૂંટણીની રણનીતિ મુદ્દે શિબિરમાં 10 દિવસ મંથન
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
જૂનાગઢ ભવનાથ તળેટી સ્થિત પ્રેરણાધામ ખાતે જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષોના તાલીમ શિબિરનો પ્રારંભ દીપ પ્રાગટ્ય કરીને કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કરાવ્યો હતો આ આ તાલીમ શિબિરમાં ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા, વેણું ગોપાલ, શકિતસિંહ ગોહિલે, ભરતસિંહ સોલંકી સહિતના અગ્રણીઓ અને જિલ્લા અને મહાનગરના પ્રમુખો આ શિબિરમાં ઉસ્થિત રહ્યા હતા આ પ્રક્ષિક્ષણ શિબિરમાં પધારેલ રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નેતાઓએ ભવ્ય સ્વાગત કર્યું હતું.ભવનાથ પ્રેરણાધામ ખાતે આ 10 દિવસના પ્રક્ષિક્ષણ શિબિરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ હાજરી આપે તેવી શક્યતોઓ સેવાઈ રહી છે તેમ કોંગ્રેસના સંગઠનના રાષ્ટ્રીય નેતાઓ પણ ઉપસ્થિત રહીને ઉપસ્થિત જિલ્લા અને મહાનગર પ્રમુખોને સંબોધન કરી વર્તમાન સરકારની સામે અનેક મુદ્દે લડત આપવા આગામી આયોજન નક્કી કરાશે અને જેમાં ગુજરાત મહાનગર પાલિકાની ચૂંટણી અને આગામી વિધાનસભા ચૂંટણી મુદ્દે રણશિંગુ ફૂંકવામાં આવશે. કેશોદ એરપોર્ટ ખાતે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. જેમાં તેમને જણાવ્યું હતું કે, અમારો મુખ્ય ઉદ્દેશ્ય દેશના સંવિધાન અને લોકતંત્રની રક્ષા કરવાનો છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, આઝાદીના આંદોલનમાં મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવી મહાન વિભૂતિઓએ દેશને એકજૂટ કર્યો, અને આ ધરતી પર આવવું તેમના માટે પૂજનીય છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારત આજે પણ આ મહાન નેતાઓના સિદ્ધાંતોને કારણે એકજૂટ છે. જૂનાગઢમાં આયોજિત જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષોના તાલીમ શિબિરના ઉદ્ઘાટન પ્રસંગે જ્યાં તેમણે પાર્ટીના કાર્યકરોને સંબોધિત કર્યા હતા. આ કાર્યક્રમમાં પાર્ટીના નેતાઓએ દેશના વર્તમાન રાજકીય વાતાવરણ અને ભવિષ્યની રણનીતિઓ પર પણ ચર્ચા કરી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના હસ્તે જૂનાગઢમાં કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં ગુજરાતના 33 જિલ્લાઓ અને 9 મહાનગરોના પ્રમુખો સહિત પ્રદેશ કોંગ્રેસના અનેક અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ જેવા કે અમિત ચાવડા, વેણુગોપાલ, શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી, સાંસદ ગેનીબેન ઠાકોર અને અન્ય ધારાસભ્યો પણ કાર્યક્રમમાં જોડાયા હતા. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓ માટેની રણનીતિ ઘડવાનો છે. આ ઉપરાંત, ખેડૂતો, મહિલાઓ, વોટ ચોરી, અને શિક્ષિત બેરોજગારી જેવા પ્રશ્ર્નો પર સરકારને કેવી રીતે ઘેરવી તે અંગે કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવશે આજ થી શરુ થયેલ કોંગ્રેસ પ્રક્ષિક્ષણ શિબિરમાં દશ દિવસ સુધી આગામી ચૂંટણી મુદ્દે રણનીતિ નક્કી કરવામાં આવશે.