ભારે વિરોધ બાદ હેલ્મેટ મામલે સરકારનું નરમ વલણ, હેલ્મેટની કડક અમલવારી નહીં
દિનેશનું સંગઠન સરકાર વિરોધી, સમિતિ વિરોધી પ્રવૃત્તિઓનો અડ્ડો બન્યું
- Advertisement -
શું વિક્રમ પુજારા ઊંઘે છે? શા માટે મંડળની માન્યતા રદ્દ થતી નથી?
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સસ્પેન્ડેડ શિક્ષક દિનેશ સદાદિયા જેના બની બેઠેલ પ્રમુખ છે એવા રાજકોટ મહાનગર પ્રાથમિક શિક્ષક મંડળને શાળાઓમાં કામ કરતા શિક્ષકો અને શિક્ષણના હિતાર્થે કાર્ય કરવા અંગે શરતોને આધીન રહી માન્યતા આપવામાં આવેલ હતી. જેમાં વિગતો જોતા શરતોનું પાલન યોગ્ય રીતે કરવામાં આવતું નથી તેમજ મંડળના પ્રમુખની વ્યક્તિગત બાબતને લઈ મંડળ દ્રારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટની શાખને નુકશાન પહોચાડેલ છે. તેથી ટૂંકસમયમાં રાજકોટ મહાનગર પ્રાથમિક શિક્ષક મંડળને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ દ્રારા આપવામાં આવેલી માન્યતા રદ્દ કરવામાં આવશે.
- Advertisement -
વધુમાં આ અંગે એક વિગત એવી પણ મળી છે કે, રાજકોટ મહાનગર પ્રાથમિક શિક્ષક મંડળની માન્યતા જે-તે સમયે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અમુક બોલીઓ અને શરતોને આધિન આપવામાં આવી હતી. જેમાં એક શરત આવી હતી કે રાજકોટ પ્રાથમિક શિક્ષક મંડળનું કાર્યાલય શિક્ષણ સમિતિની શાળાના કેમ્પસ બહાર રાખવાનું રહેશે. આ શરતનો રાજકોટ મહાનગર પ્રાથમિક શિક્ષક મંડળ દ્વારા ભંગ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં રાજકોટ મહાનગર પ્રાથમિક શિક્ષક મંડળનું કાર્યાલય શાળા નંબર 20 બીના કેમ્પસમાં છે. સમિતિ અને સરકાર વિરોધી પ્રવૃત્તિઓનો અડ્ડો બની ગયેલ આ કાર્યાલયમાં વિઝીલન્સ તપાસ કરવામાં આવે તો બહુ મોટા કાંડ બહાર આવી શકે તેમ છે. રાજકોટ પ્રાથમિક શિક્ષક મંડળનુ કાર્યાલય શિક્ષણ સમિતિની શાળાના કેમ્પસમાં હોય આ કાર્યાલયની અને મંડળની માન્યતા/મંજૂરી તાત્કાલિક અસરથી રદ્દ કરવી જોઈએ એવી માંગ શિક્ષણ સમિતિના સભ્યો ઉઠાવી રહ્યા છે.
રાજકોટ મહાનગર પ્રાથમિક શિક્ષક મંડળના હોદ્દાદારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થશે?
રાજકોટ મહાનગર પ્રાથમિક શિક્ષક મંડળના બની બેઠેલા પ્રમુખ દિનેશ સદાદિયા ગણવેશ કૌભાંડથી લઈ જુની પેન્શન યોજના અંતર્ગત મોટા આર્થિક ગોટાળા કરવામાં આવ્યા હોવાના આક્ષેપ શિક્ષણ સમિતિના શિક્ષકો જ કરવા લાગ્યા છે. અમુક શિક્ષકોએ સવાલ ઉઠાવ્યા છે કે, જુની પેન્શન યોજના એ કર્મચારીઓ માટે સારી બાબત છે પણ તેમાં પૈસા ઉઘરાવી દિલ્હી અને સોમનાથ જેવા સ્થળોએ ફરવા જવું એ કઈ લડાઈનો ભાગ ગણી શકાય? શિક્ષણ સમિતિએ જે શરતો મુજબ મંડળને મંજૂરી આપેલી તેમાં બહુ મોટા ગોટાળા હોવાને લીધે જવાબદાર હોદ્દેદારો વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. દિનેશ સદાદિયા જાહેરમાં કાગળો લખી સમિતિના સત્તાધીશોને ચેલેન્જ કરે છે કે સમિતિની માન્યતા રદ્દ કરવાથી શિક્ષક મંડળને કોઈ ફર્ક પડતો નથી ત્યારે જોવાનું રહ્યું કે હવે ક્યારે અને કઈ રીતે શિક્ષક મંડળની માન્યતા રદ્દ થાય છે અને કોને કેટલો ફર્ક પડે છે.