હેલ્મેટ કાયદો જનહિત વિરુદ્ધ : સરકારની ખામીઓ છુપાવવા માટે તંત્રની ચાલ હોવાનો કોંગ્રેસે કર્યો આક્ષેપ
અઢી વર્ષમા શહેરમાં અકસ્માતે 400 લોકોના મોત : ઓવરસ્પીડ અને ભારે વાહનો કારણભૂત
- Advertisement -
ટ્રાફિક પોલીસે વર્ષ 2023માં 9.61 કરોડ, 2024માં 13.80 કરોડનો દંડ વસુલાત કર્યો !
કલેક્ટરને ટ્રાફિક વિભાગની ખામી, અકસ્માતના કારણો અને દંડ વસૂલાતના આંકડા સાથે રજૂઆત
કમિશનર અને ટ્રાફિકના DCP એકવાર સ્કૂટર પર રાજકોટની ચક્કર લગાવો ખ્યાલ પડે કે વાસ્તવિકતા શું છે !
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરમા 8 સપ્ટેમ્બરથી એટલે કે સોમવારથી વાહનચાલકો માટે હેલ્મેટ ફરજિયાતના નિયમનું અમલીકરણ કરવામા આવશે જો કે સરકારના આ નિર્ણયથી લોકોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે હવે વિપક્ષ પણ આ બાબતે સરકારને ઘેરવામા કઈ બાકી નહીં રાખે તે નિશ્વિત છે. કોંગ્રેસના વિદ્યાર્થીનેતા અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે આજે કલેક્ટરને રજૂઆતમા અનેક ચોંકાવનારી બાબતોને ધ્યાને રાખી રજુઆત કરી છે અને શહેરમા હેલમેટ ફરજીયાત કાયદો સામાન્ય લોકોને હેરાનગત કરનાર ગણાવતા તે બાબતે લોકોના હિતમાં પુન: વિચારણા કરી યોગ્ય જનહિત નિર્ણય લેવા માંગ કરી હતી.
રોહિતસિંહે કલેક્ટરને કરેલી રજૂઆતમા જણાવ્યુ હતુ કે હેલમેટ ફરજિયાત કાયદો વર્ષ 2019મા સ્વ.વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે લાગુ કર્યા બાદ લોકોમાં ભારે ઉહાપો જોવા મળતા અનઔપચારિક રીતે સરકારે શહેરોમા હેલમેટ મરજિયાત કર્યાની જાહેરાત કરી હતી. તો આ સરકારને શું ભૂત ધૂણ્યુ કે વાહનચાલકોની સુરક્ષા યાદ આવી ગઈ! ભૂતકાળની સરકારે વિચાર્યા વગર તે નિર્ણય કર્યો હશે કે શું તેવા વેધક સવાલ કર્યા હતા ? યુવાનેતાએ આક્ષેપ કર્યા હતા કે આ નિર્ણય માત્રને માત્ર સામાન્ય લોકોને કનગડત કરવા અમલીકરણ કર્યું તેવું અમારું સ્પષ્ટ માનવું છે. અમે રાજકોટના શહેર પોલીસ કમિશ્નર અને ટ્રાફિક વિભાગના નાયબ કમિશનરને વિનંતી સાથે કહેવા માંગીએ છે કે રાજકોટમા એક વાર ટૂ વ્હિલર લઈને ચક્કર મારવા નીકળે તો વાસ્તવિકતા શું છે તેનો ખ્યાલ આવશે કે ખરેખરે હેલમેટની જરૂરિયાત છે કે સારા રોડ રસ્તાની ! બીજું ટ્રાફિક વ્યવસ્થા કેટલી ખાડે ગયેલી છે જેથી ટુ વ્હીલર 30 કિમીની વધુની સ્પીડથી ખરેખર વાહન ચલાવી શકાય તેમ છે!?. આ કાયદો સ્થાનિક પરિસ્થિતિને અનુકૂળ નથી અને નાગરિકો પર અન્યાયરૂપ છે.
રોહિતસિંહે આંકડાકીય વિગતો સાથે શહેરની ટ્રાફિક વિભાગની બેદરકારી અને દંડ વસૂલાતની નરી વાસ્તવિકતા રજૂ કરી હતી. તેઓએ વિશેષ જણાવ્યુ હતુ કે લોકોના મૂળ પ્રશ્નો હલ કરવાને બદલે દંડનો બોજ આપવાની તંત્રની ચાલ એ સરકારની ખામીઓ છુપાવવા માટે જ છે. શહેરના રસ્તાઓની દયનીય હાલત, રોડ પર દબાણો, ટ્રાફિક મેનેજમેન્ટમાં કચાશ અને ભારે વાહનોના બેફામ પ્રવેશ વચ્ચે હવે હેલ્મેટ ફરજિયાતના નામે કરોડોના દંડોના ટાર્ગેટ પૂરા કરવા સામાન્ય લોકોને હેરાનગત કરવા ખૂબ જ શરમજનક છે.
રાજકોટવાસીઓની સ્પષ્ટ મત છે કે અમે ટ્રાફિકના તમામ નિયમો પાલન કરવા તૈયાર છે પરંતુ પહેલા ટ્રાફિક વિભાગ પોતે સરકારના નિયમો મુજબ કામગીરી કરી નિયમોનુ પાલન કરી શકશે અને લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ અપાવશે ત્યારે ! જો સરકાર અને તંત્ર આ મુદ્દે નાગરિકોને રાહત આપે તેવા સકારાત્મક નિર્ણય નહીં લે તો અમારી ટીમ દ્વારા લોકશાહી ઢબે અલગ અલગ રચનાત્મક વિરોધ કાર્યક્રમો અને વ્યાપક જનજાગૃતિ અભિયાન ચલાવીને તંત્રને નિર્ણય લેવા મજબૂર કરીશું તેવી ચિમકી પણ વિદ્યાર્થીનેતાએ ઉચ્ચારી હતી.
RTIથી માંગવામાં
આવેલી માહિતી જેમાં અનેક ચોંકાવનારી બાબતો સામે આવી
રાજકોટ શહેર ટ્રાફિક વિભાગમાં 65% જગ્યા ખાલી જે ટ્રાફિક સમસ્યાનું મૂળ કારણ છે
રાજકોટના શહેર ટ્રાફિક વિભાગમા કુલ 645 પોલીસ કોન્સ્ટેબલનું મહેકમ છે, જ્યારે હાલ માત્ર 221 જેટલા જ ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ ફરજ બજાવે છે.
ઉચ્ચ અધિકારી સ્તરે ખાલી જગ્યા : 2 એસીપી કક્ષાની મહત્વપૂર્ણ જગ્યાઓ ખાલી છે.
ટ્રાફિક બ્રિગેડરો ટ્રાફિક નિયમનની જવાબદારીને બદલે પોલીસ વિભાગનુ કમાવાનુ મુખ્ય માધ્યમ બની ગયુ છે
સરકારે કાયમી બ્રિગેડરોની ભરતી કરવી જોઈએ
ટ્રાફિક બ્રિગેડરોનો વેતન ખૂબ ઓછું હોવા છતા નોકરી માટે કેમ પડાપડી થાય તે પણ અગત્યનો મુદ્દો છે કે ભ્રષ્ટાચારથી કેટલુ ખદબદે ટ્રાફિક તંત્ર !
હાલના સમયમાં ટ્રાફિક કર્મીઓ ફરજ બજાવે છે તે પણ દાનત વગરના કામગીરી કરી રહ્યા છે તેઓને માત્ર તોડપાણીમા રસ છે .
દર વર્ષે 50 લાખ રૂપિયા ટ્રાફિક અવેરનેસ માટે ખર્ચવા છતાં પરિણામ શૂન્ય : કયા કાર્યકમો કેટલા રૂપિયાનો ખર્ચ કર્યો તે પણ તપાસનો વિષય
ટ્રાફિક સમસ્યા અને ભારે વાહન પ્રવેશ
ભારે વાહનોને પ્રતિબંધનુ જાહેરનામુ છતાં પાણીના ટેન્કર, ડમ્પર, ટ્રક્સ, બસો શહેરમાં ગેરકાયદેસર પ્રવેશ કરે છે.
જૂની બજારો ખૂબ જ સાંકળી છે ત્યાં ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવો પણ ટ્રાફિક પોલીસ ત્યા હાજર રહેતી નથી
રોડ પર રહેલા દબાણ દૂર કરવા મનપા તંત્ર પણ મુખપ્રેક્ષક, ત્યારે દબાણો હટાવી રસ્તાઓ ખુલ્લા કરવા જોઈએ.
શહેરના મોટાભાગના પોઇન્ટો જ્યાં ટ્રાફિકની સમસ્યા છે ત્યાં ટ્રાફિક પોલીસના કોઈ કર્મી ફરકતા પણ નથી !
150 ફૂટ રિંગ રોડ, મુખ્ય સર્કલો જાણે ખાનગી બસોના સ્ટેન્ડ હોય તેમ ટ્રાફિક સર્જે છે છતાં કોઈ કાર્યવાહી નહીં
ફૂટપારી અને સાયકલ ટ્રેક પર ચાની હોટલો, લારીવાળાનું દબાણ છે તે દૂર કરવા ડ્રાઈવ યોજી નિરાકરણ કરાતું નથી
અમે અવલોકન કર્યું તે મુજબ મોટાભાગના અકસ્માતોમાં લોકોના મોત માટે જવાબદાર ભારે વાહનો હોય છે તે અટકાવવા ટ્રાફિક વિભાગ નિષ્ફળ
હાલ બેરોજગારી અને મોંઘવારીના સમયમાં સામાન્ય નાગરિક પર હેલ્મેટ ખરીદવાનો વધારાનો બોજ પડશે
હેલ્મેટ ફરજિયાત કાયદો મેટ્રો શહેરોમાં અને હાઇવે પર યોગ્ય હોઈ શકે છે, જ્યાં સ્પીડ 70-80 સળ/વ સુધી જાય છે.
રાજકોટ શહેરમાં આ પ્રકારની પરિસ્થિતિ નથી તેથી કાયદો જનહિત વિરોધી સાબિત થાય છે.
નાનામોટા કામકાજ માટે જતાં લોકોને હેલ્મેટ રાખવું/સાચવવું મોટી સમસ્યા બને છે.
કોલેજ વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ માટે હેલમેટ ઓફિસ કે કોલેજમા અંદર લઈ જવા ના દેતા હોવાથી હેલ્મેટ ચોરી થવાના કિસ્સાઓ અગાઉ બન્યા છે જે બાબત પણ ધ્યાને લીધા જેવી છે.
અકસ્માતના આંકડા જે પોલીસ ચોપડે નોંધાયેલા છે
2023માં 476 અકસ્માત કેસ નોંધાયા તે પૈકી અંદાજીત 167 લોકોના મોત થયા છે
વર્ષ 2024માં 416 અકસ્માત કેસ નોંધાયા તે પૈકી અંદાજિત 155 લોકોના મોત થયા છે
વર્ષ 2025 (જૂન સુધી) 212 અકસ્માત નોંધાયા જે પૈકી અંદાજિત 78 લોકોના મોત થયા છે